નમ્રતા સમસ્ત ગુણો ની આધારશીલા છે. સ્વ નારૂભાઈ ગઢવી ના પુત્ર રત્નો ના ઉન્નત વિચારો પ્રેરણાત્મક ૨૦ વર્ષ સુધી જે મિલ્કત રહ્યા તે વિના સંકોચ સંસ્થા અર્પણ કરી
દામનગર શહેર માં સ્વ નારૂભાઈ રામભાઈ લાંગાવદરા ગઢવી પરિવાર ના ઉન્નત વિચારો તેમના પુત્ર રત્નો એ વારસા મળ્યા “કર ગુજરાન ગરીબી મે” રહેવા મકાન મિલ્કત નહિ હોવા છતાં અણહિત નું ઓજરે નહિ નો સુંદર સદેશ આપતા ગઢવી પરિવાર ને સને ૨૦૦૪ માં આજ થી વિસ વર્ષ પૂર્વે કેળવણી રત્ન શિક્ષક દાતા મધુભાઈ સવાણી ભમોદરા વાળા એ શ્રી મતિ નર્મદાબેન માધવરાય પ્રાથમિક શાળા જે શાળા માં શિક્ષક હતા તેજ શાળા ના મુખ્ય દાતા બન્યા નું સદભાગ્ય પ્રાપ્ત કર્યું પ્રાથમિક શાળા નિર્માણ નું ઉત્તમ કાર્ય માટે શહેર ની સહકારી સંસ્થા સેવા સહકારી મંડળી ના નેતૃત્વ માં સ્વામી નારાયણ ગુરૂકુળ ના વરિષ્ઠ સંતો સ્વામી વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી ચંદ્રપ્રકાશદાસજી ના માર્ગદર્શન થી નિર્માણ કરાયું પ્રાથમિક શાળા સંકુલ કાયમ સારી રીતે દેખરેખ થાય સારી કન્ડિશન માં રહે તેવા ઉમદા હેતુ
એ દામનગર ના લાંગાવદરા ગઢવી પરિવાર ના સ્વ નારૂભાઈ રામભાઈ પરિવાર ને શાળા સંકુલ માં પ્રવેશદ્વાર માંજ સુંદર એક નાનકડું મકાન ક્વાર્ટર સોંપી શાળા પરિસર ની જવાબદારી સોપાઈ હતી ૨૦ વર્ષ દરમ્યાન શાળા પરિસર માં સુંદર ઉપવન બગીચો ધ્યાનાકર્ષક વૃક્ષો અને ઉત્તમ સુશોભન ની કાયમ ખેવના રાખતા સ્વ નારૂભાઈ ગઢવી અતિ ગરીબ પરિવાર માંથી આવતા હતા તેમને રહેવા મકાન કે અન્ય કોઈ મોટી મિલ્કત સંપત્તિ કે સરકારી નોકરી નથી પણ ખાનદાની ખુમારી ના સંસ્કાર પેઢી પર્યન્ત વારસા માં મળ્યા હોય તેમ સંસ્થા ને આ રૂમ ની જરૂરિયાત ઉભી થતા શાળા પરિવાર માંથી માત્ર રૂમ ની જરૂર પડશે તેવી વાત કરતાની સાથે વિના સંકોચ કોઈ પણ ક્ષોભ વગર મિલ્કત સોંપી સમસ્ત માનવ સમાજ ને પ્રેરણાત્મક સદેશ આપ્યો હતો ઉન્નત વિચાર અને પ્રમાણિકતા નું ઉમદા ઉદારણ પૂરું પડતા સ્વ નારૂભાઈ રામભાઈ ગઢવી ના પુત્ર રત્નો સંજયભાઈ ગઢવી અને જીગ્નેશભાઈ ગઢવી એ કોઈ પણ અપેક્ષા વગર શાળા નું ક્વાર્ટર સોંપી શાળા પરિવાર નો હદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે માં સરસ્વતી ના સાનિધ્ય માં ૨૦ વર્ષ સુધી અમારા ગરીબ પરિવાર ને રહેવા નું જે સદભાગ્ય પ્રાપ્ત થયું તે જીવન ની સૌથી મોટી ખુશી અને પુરસ્કાર છે
આત્મા ના અવાજ પ્રમાણે જીવન જીવવાથી જ કીર્તિ પ્રાપ્ત થાય છે તેમ જણાવ્યું હતું સ્વ નારૂભાઈ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જન માનસ માં કાયમ જીવંત રહે તેવા સદકર્મ ની સુવાસ તેમના પુત્ર રત્નો સંજયભાઈ ગઢવી અને જીગ્નેશભાઈ ગઢવી માં છોડી ગયા છે શ્રીમતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા સંકુલ ની મિલ્કત સોંપતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ દુષયનભાઈ પારેખ ટ્રસ્ટી હરજીભાઈ નારોલા કોશિશભાઈ પારેખ સંજયભાઈ તન્ના હારૂનભાઈ ફ્રુટવાળા મહેબૂબભાઈ ચૌહાણ દેવરાજભાઈ સિંધવ સહિત સમગ્ર શાળા પરિવારે ગઢવી પરિવાર નું ગૌરવ પૂર્ણ સ્મૃતિ ચિન્હ આપી સન્માન કર્યું હતું
Recent Comments