નયનતારા જાેડિયા બાળકોને જન્મ આપ્યા બાદ ફસાઈ વિવાદમાં

નવી દિલ્હીઃ સાઉથ ઈન્ડસ્ટ્રીની સુપરસ્ટાર એક્ટ્રેસ નયનતારાએ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અને ડિરેક્ટર વિગ્નેશ શિવન સાથે આ વર્ષે જૂનમાં લગ્ન કર્યા હતાં. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ પણ થઈ હતી. લગ્નના ચાર મહિના બાદ ૧૦ ઓક્ટોબરે સોશિયલ મીડિયા દ્વારા બંને જાેડિયા બાળકોના માતા-પિતા બનવાની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, નયનતારા અને વિગ્નેશ સરોગેસીની મદદથી માતા-પિતા બન્યા છે, એવામાં હવે સરોગેસીનાં નિયમો પર સવાલ ઉભા થઈ રહ્યા છે, ત્યારબાદ તમિલનાડુ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તેની તપાસ કરવાની વાત કહેવામાં આવી રહી છે. મિડીયા રિપોર્ટ્સ અનુસાર નયનતારા અને વિગ્નેશનાં જુડવા બાળકોની ઘોષણા કર્યા બાદ એક પત્રકારે તમિલનાડુ સરકારનાં સ્વાસ્થ્ય મંત્રી એમએ સુબ્રમણ્યમને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સવાલ કર્યો હતો કે, એકટ્રેસ નયનતારા અને વિગ્નેશ શિવનના સરોગેસીના નિયમોનું પાલન કર્યુ છે?
વાસ્તવમાં એવી અટકળો ચાલી રહી છે કે આ કપલે સરોગેટ માતાનો ઉપયોગ કર્યો છે. રિપોર્ટરની આ વાતનો જવાબ આપતા તમિલનાડુ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ, ‘નિયમો અનુસાર, ૨૧થી લઈને ૩૬ વર્ષની ઉંમરની અંદર તમે તમારા ઈંડા ડોનેટ કરી શકો છો. મારુ માનવું છે કે આ એ જ પ્રકારે થઈ શકે છે. સ્વાસ્થ્ય વિભાગનાં નિર્દેશક આ બાબતની તપાસ કરશે અને એ વાત સુનિશ્ચિત કરશે કે આ નિયમો અનુસાર કરવામાં આવ્યુ છે કે નહીં. ૧૦ ઓક્ટોબરે નયનતારા અને વિગ્નેશ શિવને ઈન્સ્ટાગ્રામ પર તેમના જુડવા બાળકોની તસવીર શેર કરી હતી.
પહેલી તસવીરમાં નયનતારા અને વિગ્નેશ તેમના બાળકોના પગને ચુંબન કરી રહ્યા છે, ત્યારે બીજી તસવીરમાં બાળકોનાં નાનાં-નાનાં પગ દેખાઈ રહ્યા છે. બીજી તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટમાં છે, જેમાં નયનતારા બંને બાળકોની આસપાસ બેઠેલી જાેવા મળે છે. આ તસવીરોને શેર વિગ્નેશે કેપ્શનમાં લખ્યું, ‘નયન અને હું અમ્મા-અપ્પા બની ગયાં છીએ. અમારા ઘરમાં બેબી બૉયનો જન્મ થયો છે. અમારી તમામ પ્રાર્થનાઓ, અમારા પૂર્વજાેના આશીર્વાદ અને તમામ સારાં ભાવને મિલાવીને, અમારા માટે બે ધન્ય બાળકોના રૂપમાં સાથે આવ્યા છે. અમને અમારા ઉયિર અને ઉલગામ માટે ખૂબ જ આશીર્વાદ જાેઈએ છે. હવે જીવન વધારે સુંદર લાગી રહ્યુ છે.’
Recent Comments