બોલિવૂડ

નરગીસની ગણતરી હિન્દી સિનેમાની મહાન એકટ્રેસોમાંથી એક હતા

૧ જૂન એ હિન્દી સિનેમાની એ હિરોઇનની બર્થ એનિવર્સરી છે, જેણે ત્રણ દાયકાથી વધુ સમય સુધી ફિલ્મી પડદાની સાથે-સાથે લોકોના દિલો પર રાજ કર્યું. આ હિરોઈનની ગણતરી દેશની મહાન હિરોઈનોમાં થાય છે. આ છે નરગીસ દત્ત. નરગીસ દત્તની ૯૪મી બર્થ એનિવર્સરી ૧ જૂનના રોજ છે. જાે તે આજે જીવતી હોત તો તેણે પોતાનો ૯૪મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હોત. ૩ મે ૧૯૮૧ના રોજ કેન્સરને કારણે નરગીસનું અવસાન થયું હતું. નરગીસને તેની એક્ટિંગથી દુનિયાભરમાં ઓળખ મળી હતી. નરગીસને ‘રાત ઔર દિન’ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવોર્ડ મળ્યો હતો, જ્યારે ફિલ્મ ‘મધર ઈન્ડિયા’એ ઓસ્કાર જીત્યો હતો. પરંતુ ભાગ્યે જ લોકોને ખબર હશે કે નરગીસ ક્યારેય ફિલ્મી દુનિયામાં આવવા માંગતી નહોતી. તે તેના પિતાનું અધૂરું સપનું પૂરું કરવા માંગતી હતી. નરગીસ દત્તના (દ્ગટ્ઠખ્તિૈજ ડ્ઢેંં) પતિ અને ફેમસ એક્ટર સુનીલ દત્તે ૨૦૦૩માં (જીેહૈઙ્મ ડ્ઢેંં ) ‘રેડિફ’ને આપેલા ઈન્ટરવ્યુમાં નરગીસના આ સપના અને તેના સસરાની અધૂરી ઈચ્છા વિશે જણાવ્યું હતું. સુનીલ દત્તે એ પણ જણાવ્યું હતું કે શા માટે નરગીસ વારંવાર હોસ્પિટલમાં જઈને દર્દીઓની સેવા કરતી હતી. નરગીસ દત્તનો જન્મ ૧ જૂન ૧૯૨૯ના રોજ કોલકાતામાં થયો હતો. ત્યારે તેનું નામ ફાતિમા રશીદ હતું.

તેના પિતાનું નામ અબ્દુલ રાશીદ હતું. પહેલા તેનું નામ મોહનચંદ ઉત્તમચંદ ત્યાગી હતું, પરંતુ બાદમાં નરગીસના પિતાએ ઈસ્લામ કબૂલ કર્યો હતો. તે ખૂબ જ સમૃદ્ધ પરિવારમાંથી હતા. જ્યારે નરગીસની માતા જદ્દનબાઈ જાણીતી ગણિકા અને હિન્દુસ્તાની ક્લાસિકલ સિંગર હતી. સુનીલ દત્તે કહ્યું હતું કે નરગીસના પિતાની ઈચ્છા હતી કે તેની દીકરી ડોક્ટર બને. નરગીસના પિતા ડોક્ટર બનવા માંગતા હતા. પરંતુ તે પોતાનું સપનું ક્યારેય પૂરું કરી શક્યા નહીં. આથી જ નરગીસે ??ડોક્ટર બનીને પિતાનું સપનું પૂરું કરવાનું નક્કી કર્યું. પરંતુ ત્યાર બાદ જ નરગીસને હિરોઈન બનવાની ઓફર મળવા લાગી. સુનીલ દત્તના કહેવા પ્રમાણે, જ્યારે નરગીસને ફિલ્મોની ઓફર મળવા લાગી, તે સમયે તે ઘણી નાની હતી. પછી તે પોતાના ર્નિણયો પણ લઈ શકતી ન હતી. સુનીલ દત્તે કહ્યું હતું કે, ‘નરગીસની માતાએ તેને ફિલ્મો માટે ટ્રાય કરવા કહ્યું હતું. તેણે તેમ કર્યું અને તે એક મહાન સ્ટાર બની ગઈ. પરંતુ તે હંમેશા ડોક્ટર બનવા માંગતી હતી. તેથી જ જ્યારે નરગીસ મોટી સ્ટાર બની ત્યારે પણ તે હોસ્પિટલો, ખાસ કરીને કેન્સર હોસ્પિટલોની મુલાકાત લેતી હતી. ત્યાં તે દર્દીઓની મુલાકાત લેતી અને ડોકટરોને મળતી. પરંતુ વિડંબના જુઓ કે નરગીસ દત્ત પોતે કેન્સરનો શિકાર બની હતી.

અનેક સારવાર બાદ પણ તેને બચાવી શકાઇ નહીં. એક સમય એવો પણ હતો જ્યારે નરગીસ કોમામાં જતી રહી હતી અને ડોક્ટરોએ સુનીલ દત્તને કહી દીધું હતું કે તેને શાંતિથી મરવા દો. ડોક્ટરોએ સુનીલ દત્તને કહ્યું હતું કે નરગીસ ઘણા મહિનાઓથી કોમામાં છે અને જાે તે બચી જશે તો પણ તે શાકભાજીની જેમ પડી રહેશે. પરંતુ સુનીલ દત્તે નરગીસને મૃત્યુ આપવાની ના પાડી દીધી. ડોક્ટરોની મહેનત રંગ લાવી અને નરગીસ કોમામાંથી બહાર આવી. તે સ્વસ્થ થઈ રહી હતી. સુનીલ દત્તના કહેવા પ્રમાણે, નરગીસને બધું યાદ હતું. સિવાય કે તે આટલા મહિનાઓથી કોમામાં હતી. આ વાત ક્યારેય એક્ટ્રેસને કહેવામાં પણ આવી ન હતી. નરગિસ કોમામાંથી બહાર આવી, પરંતુ કેન્સરને હરાવી શકી નહીં. તેમને તેમના દીકરાસંજય દત્તની ડેબ્યૂ ફિલ્મ ‘રોકી’ના પ્રીમિયરમાં હાજરી આપવાની હતી. સુનીલ દત્તે નરગીસ માટે સીટથી લઈને એમ્બ્યુલન્સ, સ્ટ્રેચર અને વ્હીલચેરની વ્યવસ્થા કરી હતી. પરંતુ નરગીસ ક્યારેય ત્યાં પહોંચી શકી નહીં. ૩ મે, ૧૯૮૧ ના રોજ, તેણે આ દુનિયાને અલવિદા કહ્યું.

Related Posts