સૌરાષ્ટ - કચ્છ

નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ગિરનાર પરથી અનોખી માંસાહારી વનસ્પતિ શોધી

જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સિસ ભવનના પ્રોફેસર સુહાસ વ્યાસ અને વિદ્યાર્થીઓની ટીમે “યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી” નામની વનસ્પતિ શોધી કાઢી છે. દેખાવમાં તો વનસ્પતિ સામાન્ય જ છે, પરંતુ તેની વિશેષતા બીજી વનસ્પિતથી ઘણી અલગ છે. કારણ કે, આ વનસ્પતિ માંસાહારી છે, તેના મૂળ કોથળી જેવા હોય છે, જ્યાંથી તે સૂક્ષ્મ જીવાતોને ચૂસી લે છે. પ્રોફેસર સુહાસ વ્યાસના જણાવ્યા મુજબ આ વનસ્પતિ ભારતમાં અંદાજિત ૧૦૦ વર્ષથી મહારાષ્ટ્રમાં જાેવા મળે છે. બાદમાં પહેલીવાર ગુજરાતમાં જૂનાગઢના ગિરનારમાંથી મળી આવી છે. બાદમાં તપાસ કરતાં તે યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી હોવાનું સામે આવ્યું હતું. આ વનસ્પતિની અલગ-અલગ ૪ જાત મળી આવી છે. હજુ ગિરનાર પર આવી અનેક વનસ્પતિઓ હોવાની શક્યતા છે.

વનસ્પતિને જીવાણુ નહીં પરંતુ વનસ્પતિ તેને ખાય છે, તેના મૂળ કોથળી જેવા દેખાય છે, એકથી દોઢ હાથવેંત જેટલી લાંબી હોય છે, ફ્લાવરિંગ પરથી તેની ઓળખ થાય છે લાઈફ સાયન્સિસ ભવનની ટીમે વનસ્પતિની શોધ માટે ગિરનાર ખૂંદ્યો હતો. પ્રોફેસર ઉપરાંત ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી કમલેશ ગઢવી, સંદીપ ગામિત, દુષ્યંત દૂધાગરા તેમજ રશ્મિ યાદવ સહિતનાઓની મુખ્ય ભૂમિકા રહી છે. આ ઉપરાંત ટીમે અગાઉ ખારાપાટ વિસ્તારમાં થતી વનસ્પતિ અને તેની વિશેષતાની શોધ કરી હતી. સાથે હાલ ગિરનાર પર પણ આ ટીમ શોધ માટે કામે લાગી છે. ગિરનારને વનસ્પતિનું હબ માનવામાં આવે છે ત્યારે ગિરનારમાંથી એક એવી વનસ્પતિ મળી આવી છે, હાલ દેશમાં માત્ર મહારાષ્ટ્રમાં જાેવા મળે છે. બાદમાં વિશ્વભરમાં ક્યાંય જાેવા નથી મળી. ત્યારે હવે ગુજરાતમાં પહેલીવાર શોધ થયેલ વનસ્પિતનું નામ છે યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી. જાણીને નવાઈ લાગશે પરંતુ આ વનસ્પતિ માંસાહારી છે! કારણ કે, તેનો ખોરાક નાના જીવાણુ છે.

Related Posts