રાષ્ટ્રીય

નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સમયનો મધ્ય ગુજરાતના ગામડાની બહેનોનો આ કિસ્સો યાદ કર્યો

મુખ્યમંત્રી બન્યો ત્યારે 2004 કે 2005 આસ પાસ મધ્ય ગુજરાતથી ચૂંટેલી ગામડાની બહેનો એ મારો સમય માગ્યો. આ બધા શું કરવા મને મળવા માંગે છે તે વાત ના સવાલ મને થવા લાગ્યા.    

મંગળવારે જ્યારે ધારાસભ્યો આવવાના હોય ત્યારે તેમની સાથે ધારાસભ્યને પણ મેં બોલાવ્યા એ પછી બહેનો આવી, ત્યારે એમને પૂછ્યું તમારે ત્યાં કોઈ પુરુષ મેમ્બર નથી. ત્યારે બહેને કહ્યું કે આ વખતે સરપંચ બહેન છે તો બધા મેમ્બર પણ બહેનો જ બનાવી દઈએ અને મારા મનમાં એક પ્રેરક વિચાર આવ્યો. ગામ સમસ્ત એ વિચાર કરે પુરુષો પોતાનો હક્ક જતો કરીને પંચાયત બહેનો જ ચલાવે.  

આ બહેનોમાં એ સરપંચ પાંચ ભણેલા હતા બાકી કોઈ ભણેલા હતા નહિ. મે કહ્યુ તમે હવે જીતી ગયા છો ગામના સરપંચ થઈ ગયા છો તમે શું કામ કરવા માંગો છો, જવાબ જે મળ્યો એમાં આજે પ્રધાનમંત્રી તરીકે કામ કરતી વખતે પણ એ મને કામમાં આવે છે.    

 ગુજરાતના ગામડાની પાંચમુ ધોરણ ભણેલી મહિલા એ અત્યારના પ્રધાનમંત્રી ને પૂછે છે કે સાહેબ અમારા ગામમાં કોઈ ગરીબ ના રહે આનાથી મોટી કોઈ વાત હોય શકે. મને કે એટલો આનંદ થાય એ ગામમાં બહેનો આવું વિચારે છે. હિન્દુસ્તાનના દરેક ગામમાં કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ સંકલ્પ પેદા થાય કે મારે મારા ગામની અંદર કોઈ ગરીબ રહેવા નથી દેવા તો આ ગરીબાઈ ઊભી પૂંછડીએ ભાગી શકે છે આ તાકાત છે ગામની સામૂહિકતા પર.

Related Posts