રાષ્ટ્રીય

નરેન્દ્ર મોદી બ્રિક્સની ૧૫મી વર્ષગાંઠ પ્રસંગે બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સની ૧૫મી વર્ષગાંઠ પ્રસંગે બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે. ગુરૂવારે યોજાનારી બેઠકમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ, ન્યૂ ડેવલોપમેન્ટ બેંકના પ્રમુખ માર્કોસ ટ્રોયજાે પણ હાજર રહેશે. ગુરૂવારે યોજાનારી બેઠકમાં મલ્ટીલેટરલ સિસ્ટમ, કાઉન્ટર ટેરરિઝમ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકમાં કોવિડ-૧૯ મહામારીની અસર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. છેલ્લી બ્રિક્સ સમિટની યજમાની રશિયાએ કરી હતી. ૨૦૨૦ની બ્રિક્સ સમિટ પણ કોરોનાને પગલે વર્ચ્યુઅલ માધ્યમથી યોજવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાનાર બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે તેમ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતીન, બ્રાઝીલના પ્રમુખ જૈર બાલસાનારો, ચીનના પ્રમુખ જિનપિંગ અને દક્ષિણ આફ્રીકાના પ્રમુખ સિરિલ રામફોસા આ વર્ચ્યુઅલ બેઠકમાં હાજરી આપશે તેમ ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી બીજી વખત બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે. આ અગાઉ ૨૦૧૬માં તેમણે ગાવા સમિટની અધ્યક્ષતા કરી હતી. બ્રિક્સ દેશોમાં બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.

Related Posts