fbpx
રાષ્ટ્રીય

નરેન્દ્ર મોદી વિચાર મંચ ની મુંબઈ ખાતે બે દિવસીય બેઠક માં દેશ ના ૫૧ પ્રાંત અને ૯ બ્લોક માંથી પ્રતિનિધિ પદા અધિકારી ઓ હાજર રહેશે

મુંબઈ નરેન્દ્ર મોદી વિચાર મંચની 19મી રાષ્ટ્રીય પ્રતિનિધિ સભાની બેઠક મુંબઈ કેશવ સૃષ્ટિમાં યોજાશે…તા.23 અને 24 એપ્રિલ ના રોજ નરેન્દ્ર મોદી વિચાર મંચની 19મી રાષ્ટ્રીય પ્રતિનિધિ સભાની બેઠક મુંબઈ કેશવ સૃષ્ટિ,ભાયંદર પશ્ચિમ, થાણેમાં યોજાશે, જેમાં સમગ્ર ભારતના 51 પ્રાંત અને 9 બ્લોકના રાષ્ટ્રીય અને રાજ્ય અધિકારીઓ હાજર રહેવાના છે, 23 અને 24મી એપ્રિલના રોજ યોજાનારી બેઠકની અધ્યક્ષતા આદરણીય શ્રી રવિ ચાણક્ય (રાષ્ટ્રીય પ્રમુખ અને સ્થાપક, મુખ્ય કન્વીનર) નરેન્દ્ર મોદી વિચાર મંચ કરશે જેમાં આઈ.ટી. સેલ  ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી રેખાદીદી રાવલ અને ગુજરાત રાજ્ય આઇ.ટી. સેલ ના પ્રમુખ શ્રી હિતેશગીરી ગોસ્વામી અને તમામ રાષ્ટ્રીય અને રાજ્યના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.આ બેઠકનો મુખ્ય એજન્ડા 2024 માં મોદીજીના હાથને મજબૂત કરવા માટે આ વખતે 400 + સીટો મેળવવાના સૂત્રને સાકાર કરીને ભારત માતાને સર્વોપરી ગૌરવશાળી અને ભારતને વિશ્વ ગુરુ બનાવવાનો છે. આયોજન બદલ ગુજરાત પ્રદેશ પ્રમુખ હિતેશગીરી ગોસ્વામી (આઝાદ) દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના તમામ પદાધિકારીઓને  અભિનંદન પાઠવેલ છે

Follow Me:

Related Posts