ખોડલધામના ચેરમેન નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાત વચ્ચે તેઓ દિલ્હીથી રાજકોટ પરત ફર્યા છે. રાજકોટ આવતા જ તેમણે મીડિયા સાથે વાત કરીને આગળની રણનીતિનો ખુલાસો કર્યો હતો.
નરેશ પટેલે કહ્યુ કે, હું સામાજિક કામ માટે દિલ્હી ગયો હતો જ્યા ઘણા બધા નેતાઓને મળ્યો છું. 2 તારીખે કોંગ્રેસમાં જોડાવાની વાત ખોટી છે. નરેશ પટેલે ખોટી અફવાઓ પર ધ્યાન ના દોરવા અપીલ કરી હતી. નરેશ પટેલ લગ્ન માટે દિલ્હીમાં ગયા હતા. રાજકારણમાં પ્રવેશ અંગેની જાહેરાત તેઓ ટુંક સમયમાં કરી શકે છે. નરેશ પટેલના રાજકારણમાં જોડાવાનો સર્વે પૂર્ણ થઇ ગયો છે. આગામી નિર્ણય સોમવારે લેવામાં આવી શકે છે. નરેશ પટેલની ટીમની સોમવારે મીટિંગ મળવાની છે.
પ્રશાંત કિશોર સાથે મુલાકાતને લઇને નરેશ પટેલે કહ્યુ કે, હું પ્રશાંત કિશોરને મળુ છુ, ગઇકાલે લગ્નમાં પણ પ્રશાંત કિશોરને મળ્યો. આ મહિનાના અંતમાં નિર્ણય જણાવીશ. કોની સાથે મુલાકાત થઇ તેનું નામ અત્યારે નહી લઉં. 15 મે આસપાસ સ્પષ્ટીકરણ આપીશ. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાત ચાલી રહી છે અને આ અંગે તેઓ કોંગ્રેસના અધ્ચક્ષ સોનિયા ગાંધીને પણ મળી ચુક્યા છે.


















Recent Comments