અમરેલી

નરેશ પટેલ અત્યારે રાજકારણમાં નહી જોડાય, પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હોવાનું સ્વીકાર્યુ

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પત્રકાર પરિષદ કરીને ભવિષ્યની યોજના વિશે જણાવ્યુ હતુ. નરેશ પટેલ રાજકારણમાં જોડાવવા અંગે અત્યારે કોઇ જાહેરાત નહી કરે. આ સાથે જ નરેશ પટેલે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હોવાનો સ્વીકાર કર્યો હતો.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાવવા અંગે બીજા કે ત્રીજા સપ્તાહ સુધી નિર્ણય લેશે. નરેશ પટેલે કહ્યુ કે રાજકારણમાં પ્રવેશ કરીશ તો ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામુ આપીશ. રાજકારણમાં જોડાવવુ હોય તો ચેરમેન પદેથી રાજીનામું આપવુ પડે તેવુ ખોડલધામનું બંધારણ છે. ખોડલધામનું નેટવર્ક ઘરે ઘરે જઇને વાત પહોચાડી રહ્યુ છે. નરેશ પટેલે કહ્યુ કે સર્વે બાદ સમિતીના રિપોર્ટના આધારે જાહેરાત કરીશ. હજુ દરેક જિલ્લામાં પ્રવાસ પૂર્ણ થયો નથી, મને હજુ થોડો સમય આપો.

નરેશ પટેલે કહ્યુ કે- દરેક પક્ષના નેતા મારા સંપર્કમાં છે. સૌરાષ્ટ્રના કેટલાક ગામમાં સર્વે થયો છે. સમાજના લોકો કહે છે કે હું રાજકારણમાં જોડાવુ અને ખોડલધામ ના છોડુ. હું દરેક પક્ષના લોકો સાથે વાત કરુ છુ. તમામ પક્ષના આગેવાન નેતાઓ મારા સંપર્કમાં છે.

મહત્વપૂર્ણ છે કે ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક મળી હતી અને આ બેઠક એક કલાક સુધી ચાલી હતી. ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક બાદ નરેશ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.

Related Posts