fbpx
ગુજરાત

નરોડામાંથી દેહ વ્યાપારનો પર્દાફાશઃ મેનેજર-સંચાલક સાથે યુવતીઓ ઝડપાઇ

અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ સ્પા ચાલે છે. પરંતુ કેટલીક જગ્યાએ સ્પાનાં નામે ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો પણ ચાલે છે. હાલ માં થોડા દિવસ પહેલા સોલા પોલીસે રોડ પર બીભત્સ ચેન ચાળા કરતી ૧૫ રૂપલલનાઓની પણ ધરપકડ કરી હતી ત્યારે શહેરના નરોડા વિસ્તારમાંથી પણ પોલીસે એવાજ એક દેહવેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે અને ૨ લોકો ની ધરપકડ કરી છે અને જેમાં સંચાલક અને મહિલા મેનેજર સામેલ છે.


નરોડા પોલીસને માહિતી મળી હતી કે નરોડા વિસ્તારમાં આવેલ નીલકંઠ પેરેડાઈઝ કોમ્પ્લેક્સમાં આવેલ ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર ૨૨માં આવેલ આયુશી સ્પામાં સ્પાના મલિક અમિત શાહ અને મહિલા મેનેજર બન્ને ભેગા મળી પોતાના આર્થિક લાભ માટે બહારથી ભાડૂઆતી યુવતીઓને લાવી તેમને ગ્રાહક દીઠ ૩૦૦ રૂપિયા આપવાનું નક્કી કરી પોતાના સ્પામાં રાખી બહારથી પુરુષો ગ્રાહકોને બહારથી બોલાવી સ્પાની આડ માં કૂટણખાનું ચલાવી રહ્યા છે.

માહિતીના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને મલિક અને મેનેજરની ધરપકડ કરી લીધી છે અને સાથો સાથ ત્યાં થી ૫ યુવતીઓ પણ મળી આવી હતી.જાેકે તેમનું નિવેદન લેવા માં આવેલ છે. પોલીસે આ કેસમાં ટ્રાફિક એક્ટની કલમ ૩,૪,૫,૭ મુજબ ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts