નરોડા એસપી રીંગરોડ પરથી કતલખાને જતા પશુઓને બચાવ્યા
નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને માહિતી મળી હતી કે એસ પી રીંગ રોડ ઉપરથી કતલખાને અબોલ પશુઓને લઈ જવાઈ રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ચિલોડાથી નરોડા એસપી રિંગ રોડ ઉપર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવીને ગઇકાલે મોડી રાત્રે નાકાબંધી કરી હતી. પોલીસે બે ટ્રકોને ચેક કરતા તેમાંથી ૨૧ પાડાઓ મળી આવ્યા હતા. પોલીસે બનાસકાંઠાના લાખણી તાલુકાના વાસણ ગામના તથા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કુબા ગામના પ્રહલાદજી ઠાકોર, ફતેસિંગ રાઠવા શાંતિલાલ રાઠવા સહિત ૧૨ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments