ગુજરાત

નરોડા-દહેગામ રોડ પર લાકડાની ફેકટરીમાં ભીષણ આગ

અમદાવાદના નરોડા- દહેગામ રોડ પર આવેલી લાકડાની કેરેટ બનાવતી ફેકટરીમાં વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ૧૪ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ઉચ્ચ અધિકારીઓ તથા જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. લાકડાની વસ્તુઓના કારણે આગ વધુ ફેલાઈ હતી અને ભારે નુકસાન થયું હતું. હાલમાં ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લઈને ફરી ન લાગે તેના માટે કુલિંગની કામગીરી શરૂ કરી હતી.

ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોની મદદથી લાકડાની ફેક્ટરીમાં લાગેલી આગને એકાદ કલાક કાબૂમાં લઇ લેવામાં આવી હતી લાકડાની પ્લેટ હોવાના કારણ ફેક્ટરીમાં આગ વધુ ફેલાઈ હતી અને શેડને નુકસાન થયું હતું. જાે કે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી અને આગને ઝડપથી કાબૂમાં લઈ લીધી હતી.અમદાવાદ ફાયરબ્રિગેડની વહેલી સવારે પાંચ વાગે મેસેજ મળ્યો હતો કે નરોડા દહેગામ રોડ પર ય્ઈમ્ સ્ટેશન નજીક આવેલી શિવ ટીમ્બર માર્ટ અને કે.એન.પટેલ એન્ડ કંપની નામની લાકડાની પ્લેટ અને કેરેટ બનાવતી ફેકટરીમાં ભિષણ આગ લાગી છે. જેના પગલે પહેલાં ૧૦ જેટલા અને બાદમાં વધુ ૪ એમ કુલ ૧૪ જેટલા ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડાવવામાં આવ્યા હતા.

Related Posts