fbpx
વિડિયો ગેલેરી

નરોડા પાટિયા પાસે કારે રોડ ક્રોસ કરી રહેલા યુવકને કચડયો, અકસ્માત CCTV માં કેદ

અમદાવાદમાં ૨૪ કલાકમાં જ હિટ એન્ડ રનની બીજી ઘટના બની છે. શહેરના નરોડા પાટિયા પાસે હિટ એન્ડ રન ઘટનામાં એક કારચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. શહેરમાં ગઈકાલે એક મ્સ્ઉ કારચાલકે વૃદ્ધ દંપતીને અડફેટે લીધાં હતાં. આ ઘટનાને હજુ ૨૪ કલાક જેટલો સમય થયો છે ત્યાં ફરી એકવાર એક કારચાલકે એક યુવકને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાનાં રૂવાંટાં ઊભાં કરી દેતા સીસીટીવી સામે આવ્યા છે. એક યુવક રોડ ક્રોસ કરતો દેખાઈ રહ્યો છે. તે લગભગ એક રોડ ક્રોસ કરી પણ લે છે અને રોડના ડિવાડર પર ચડવા જાય છે ત્યારે જ અચાનક એક કાર તેને અડફેટે લે છે. અડફેટે લેતાં જ યુવક રોડ પર પટકાય છે અને કાર નીચે કચડાય છે. તે ઘસડાઈને રોડ પર દૂર ફેંકાઈ જાય છે. આ દૃશ્યો હિટ એન્ડ રનની ઘટના બની એ તરફની એક દુકાનમાં કેદ થયાં છે.

આ દુર્ઘટના બાદ ત્યાં દુકાન પર હાજર એક શખસ પણ ચોંકી જાય છે ને દુર્ઘટના બની એ તરફ તે હાથ લાંબો કરે છે. દરમિયાન રોડ પર વાહનોની લાઈનો લાગી જાય છે. આ ઘટના નરોડા પાટિયા પાસે બની હતી. રોડ ક્રોસ કરી રહેલા યુવકને કારચાલકે ઉલાળ્યો હતો. કારચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનામાં મૃતક યુવાનની ઓળખની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક બાપુનગરનો રહેવાસી હતો.

Follow Me:

Related Posts