ગુજરાત

નર્મદા જિલ્લાના અલવા – પાટલામહુ ગામેથી બે સગીર વયની દીકરીઓનું અપહરણ થતાં ચકચાર

નર્મદા જિલ્લામાં અપહરણની ઘટના વધતી જાેવા મળી છે. ત્યારે હાલમાં જિલ્લામાં બે સગીરાઓનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જાેકે આવી ઘટનાઓમાં લગભગ પ્રેમ પ્રકરણ હોવાનું પણ જણાય છે. ત્યારે આ મોબાઇલના યુગમાં યુવાનો નાની વયની દીકરીઓને લગ્નની લાલચ આપી ભગાડી જતાં હોય છે. જેમાં પરિવારજનો ચિંતાતુર બનતા જાેવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તિલકવાડા તાલુકાના અલવા ગામની સગીર વયની દીકરીને અક્ષયભાઈ તડવી નામનો યુવાન વાલીપણામાંથી લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી અપહરણ કરી લઇ જતા પોલીસને જાણ કરાઇ છે. જ્યારે બીજી ઘટના સાગબારા તાલુકાના પાટલામહુ ગામમાં બની છે. જેમાં સગીર વયની દીકરીનું કોઈક કારણોસર અજાણ્યો શખ્સ અપહરણ કરી લઈ ગયો હોય તેવી ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. બંને ઘટનામાં તિલકવાડા અને સાગબારા પોલીસે અપહરણ કરનારને પકડવા અને સગીરાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related Posts