fbpx
ગુજરાત

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોને ભારે નુકસાન

નર્મદા ડેમમાંથી અઢાર લાખ ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારમાં મોટાપાયે નુકસાન થવા પામ્યું છે. ખાસ કરીને કાંઠા વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો પાયમાલી તરફ જાય તેવી પરિસ્થિતિ પણ પેદા થઇ છે. નાંદોદ તાલુકાના ખેડૂતોની વાત કરીએ તો, નાંદોદના ધનપોર અને આજુબાજુના અન્ય ગામો મળીને લગભગ ૧૦ ગામોની ૫૦૦ એકર જમીનમાં આ પાણીની વિપરીત અસર થઇ છે. ડેમમાંથી છોડાયેલું પાણી ૫ થી ૧૦ ગામના ખેતરમાં ઘુસી જતા હજારો એકર કેળનો પાક નષ્ટ થયો હતો. જેને પગલે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડૂતોનું કેહવું છે કે અગાઉની ચોમાસાની સીઝનમાં કરજણ ડેમનું પાણી ખેતરમાં ભરાઈ જતા નુકશાની વેઠી હતી. તો આ વખતે નર્મદાનું પાણી બેક મારીને આવ્યું અને નુકશાની કરતુ ગયું છે. નાંદોદ તાલુકાના ખેડૂતોએ રોષે ભરાઈ જણાવ્યું હતું કે નર્મદા ડેમના અધિકારીઓ અચાનક વધુ પાણી છોડે છે, અધિકારીઓના આવા મનસ્વી વહીવટને લીધે કાંઠા વિસ્તારના ગામોના ખેતરમાં પાણી ભરાઈ જતા પાકને નુકશાન થાય છે. હાલમાં અમારા ખેતરની ફેન્સીગ તૂટી ગઈ છે, મોટરો બળી ગઈ છે અને સિંચાઈનો સામાન તણાઈ ગયો છે.

અમારી નુકશાનીનું યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે. નાંદોદ તાલુકાનાઆ ગામોમાં ૫૦૦ એકર ખેતીમાં પાણી ભરાય જતા કરોડો રૂપિયા નું નુકશાન થયું છે. જાેકે આ ગામ માં છેલ્લા ૩ વર્ષ થી નર્મદા અને કરજણ ડેમના પાણી ખેતરોમાં ફરી વળે છે. તંત્ર દ્વારા નુકશાન બાબતે સર્વે કરવામાં આવે છે પણ યોગ્ય વળતર ચુકવાયું નથી અને આ વર્ષે ફરી ખેતરો માં પાણી ફરી વળ્યાં છે. કેળા, શેરડી, શાકભાજી જેવા પાકોમાં પાણી ફરી પારાવાર નુકશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આ પાકમાં થયેલા કરોડોના નુકશાનને ભરપાઈ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts