fbpx
ગુજરાત

નર્મદા નદીમાં ૩ બાળકો સહિત સુરતના ૮ પ્રવાસીઓ ડૂબ્યા, પોઇચા ખાતે ફર્યા બાદ નદીમાં ન્હાવા ગયા હતા

સુરતના ૮ પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી જવા પામ્યો હતો, મૂળ અમરેલી જિલ્લાનાં વતની, હાલ સુરત રહેતા હતા. તેમાં ૩ નાના બાળકો સાથે ૮ લોકો ડૂબ્યા છે. એક યુવકને સ્થાનિકો દ્વારા ડૂબતા બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટના ની વાત કરીએ તો સુરત ખાતે રહેતા ૮ પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબી ગયા છે. મૂળ અમરેલી જિલ્લાનાં વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઇચા ફરવા માટે ગયા હતા.

પોઇચા ખાતે ફર્યા બાદ નર્મદા નદીમાં નાહવા પડતા એક પછી એક કુલ ૮ લોકો નદીમાં ડૂબી ગયા છે. ડૂબતા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બૂમો પાડતા જ સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કુદ્યાં હતા. ૩ નાના બાળકો સાથે ૮ લોકો ડૂબી જવાથી પ્રવાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. એક યુવાનને બચાવવામાં સ્થાનિકોને સફળતા મળી હતી. પરંતુ ૭ લોકો લાપતા થતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોચી ગયા છે. લાપતા લોકોની શોધખોળ હાથ ધરી છે.

Follow Me:

Related Posts