fbpx
ગુજરાત

નર્મદ યુનિમાં કોલેજના વિદ્યાર્થીઓએ પૈસા ભર્યા બાદ ટેબલેટ ન મળતા કરી માંગ

રાજ્ય સરકારે ૨૦૧૭માં નમો ટેબલેટ યોજનાનો વિમોચન કર્યું હતું. રાજ્યના તમામ વિદ્યાર્થીઓ ડિજિટલ જ્ઞાન મેળવે અને સમયના પ્રવાહની સાથે ડિજિટલ એજ્યુકેશન માં પાછળ ન રહી જાય તેના માટે વિશેષ કરીને આ યોજનાનો વિમોચન કરવામાં આવ્યું હતું . જાે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓએ હજાર રૂપિયા ભર્યા બાદ પણ ટેબલેટ ન મળતાં ઈન્ચાર્જ કુલપતિને આવેદનપત્ર આપીને ઝડપથી ટેબલેટ અપાવવા માગ કરી છે. યોજના અંતર્ગત કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ કરતાં તમામ વિદ્યાર્થીઓને નજીવા દરે રાજ્ય સરકાર તરફથી ટેબલેટ આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી ૨૦૧૭ – ૧૮ સુધી વિદ્યાર્થીઓને આ ટેબલેટ આપવામાં આવ્યા હતા.

ત્યારબાદ ૨૦૧૯ ની શરૂઆત થી કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા નથી ટેબલેટ માટે દરેક વિદ્યાર્થીએ રૂપિયા ૧૦૦૦ તેમની કોલેજમાં ચૂકવવાના હતા જે વિદ્યાર્થીઓએ ૧૦૦૦ રૂપિયા ચૂકવ્યા હોય તેને આ ટેબલેટ આપવામાં આવતા હતા. વિદ્યાર્થીઓએ જ્યારે પોતાની કોલેજના પ્રિન્સિપાલને ટેબલેટની માંગણી અંગે રજૂઆત કરતા કોલેજના સંચાલકો એ જવાબ આપ્યો કે, રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતા નમો ટેબલેટ હજી સુધી મળ્યા નથી. તેના કારણે તેઓ વિદ્યાર્થીઓને આપી શકવામાં અસમર્થ છે. વિદ્યાર્થીઓએ માંગણી કરી છે કે, જાે તેમને નમો ટેબલેટ આપવામાં ન આવનાર હોય તો તેમણે આપેલા રૂપિયા ૧૦૦૦ વ્યાજ સહિત તેમને

Follow Me:

Related Posts