નવનિર્મિત ઢસા—જેતલસર બ્રોડગેજ લાઈન પર વધુ એક લાબા અતરની એકસપ્રેસ ટ્રેન દોડશે
અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોના ફળસ્વરૂપે નવનિર્મિત ઢસા—જેતલસર બ્રોડગેજ લાઈન ઉપર વધુ એક એકસપ્રેસ ટ્રેનના સચાલન માટે ભારત સરકારના રેલ્વે મત્રાલય તેમજ રેલ્વે બોર્ડ તરફથી તા. ૧૬ ઓકટોબર ૨૦૨૩ ના પત્રથી મજુરી આપવામા આવેલ છે. આ ટ્રેનની મજુરી મળતાની સાથે જ સાસદશ્રીની યશ કલગીમા સફળતાનો વધુ એક ઉમેરો થવા પામેલ છે. અગાઉ સાસદશ્રીના પ્રયાસોથી આ ટ્રેક ઉપર વેરાવળથી બનારસ સુધીની લાબા અતરની એકસપ્રેસ ટ્રેન તા. ૧૧ સપ્ટેમ્બરથી સમયસર દોડી રહી છે અને અમરેલી જીલ્લાના લોકો પણ આ ટ્રેનનો બહોળા પ્રમાણમા લાભ લઈ રહયા છે. નવનિર્મિત જેતલસર-ઢસા લાઈન પર મુબઈ સુધીની લાબા અતરની ટ્રેન ચલાવવા બાબતે સાસદશ્રી દ્વારા રેલ્વે મત્રીશ્રીઓ તેમજ રેલ્વે બોર્ડ સમક્ષ સમયાતરે રજુઆતો કરવામા આવેલ હતી. જેના પરીણામ સ્વરૂપે વેરાવળથી બાદ્રા એકસપ્રેસ ટ્રેનના સચાલન માટે મજુરી આપવામા આવેલ છે.
આ તકે સાસદશ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, આ ટ્રેન વેરાવળથી દર શુક્રવારે સાજે ૦૫:૧૫ કલાકે ઉપડી બદ્રા ખાતે શિનવારે બપોરે ૦૩:૫૦ કલાકે પહોચશે અને તે જ ટ્રેન બાદ્રાથી શનિવારે રાત્રે ૦૭:૨૫ કલાકે ઉપડી રવિવારે બપોરે ૦૧:૧૦ કલાકે વેરાવળ ખાતે પરત પહોચશે અને આ ટ્રેનનો જુનાગઢ, જેતલસર, વડીયા દેવળી, કુકાવાવ, લુણીધાર, ચિતલ, ખીજડીયા જકશન, લાઠી, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, સરખેજ, અમદાવાદ, નડીયાદ, આણંદ, વડોદરા, અકલેશ્વર, સુરત, વાપી અને બોરીવલી રેલ્વે સ્ટેશનો ખાતે સ્ટોપેજ પ્રદાન થયેલ છે. એટલે કે, અમરેલી જીલ્લાના છ રેલ્વે સ્ટેશનો પર આ ટ્રેન ઉભી રહેશે. તેથી સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી જીલ્લાના લોકોને આ ટ્રેનનો વધુમા વધુ લાભ લેવા અપીલ કરેલ છે અને ટ્રેનની મજુરી બદલ કેન્દ્રીય રેલ મત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી અને રાજય રેલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશજીનો સહદય આભાર વ્યકત કરેલ છે.
Recent Comments