નવરાત્રીમાં શક્તિ આરાધનાની પ્રાચીન પરંપરા જાળવી રાખતા સાવરકુંડલા શહેરના પ્રાચીન ગરબી મંડળો.
સાવરકુંડલાની નવરાત્રી અને નવરાત્રી મંડળોએ પ્રાચીન પરંપરા જાળવી રાખી છે જય ભારત રાસ મંડળ છેલ્લા 40 વર્ષથી એટલે કે ત્રીજી પેઢી ના ખેલૈયાઓ આ રાસ મંડળ ની અંદર દેશી ગરબા અને તબલા ના તાલે વિવિધ પ્રકારે રાસ લઈ લોકોનું આકર્ષણ ઊભું કર્યું છે. છેલ્લા પાંચ વર્ષથી જય ભારત રાસ મંડળ દ્વારા ચોરણી અને કેડીઓ તિરંગા રંગે રંગાયો છે અને રાષ્ટ્રભાવના સાથે માતૃ વંદના અને નવરાત્રી વંદના રજુ કરી સાચા અર્થમાં નવરાત્રીમાં માતાજીની આરાધના કરે છે , અને નવી પેઢીને અવગત કરાવવા બહુ જ ઓછી જગ્યાએ જોવા મળતા એવા આ રાસ મંડળીને જોવા લોકો દૂર દૂરથી આવે છે. આ રાસ મંડળ ને તાલીમ આપનાર સવજીભાઈ આ બાબતનું ગૌરવ અનુભવે છે.
Recent Comments