અમરેલી

નવરાત્રી પર્વ નિમિત્તે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ  સુરેશ પાનસુરીયા એ સાવરકુંડલા શહેર ના વિવિધ ગરબી મંડળની મુલાકાત લઈ માં ના આશીર્વાદ લીધા.

શક્તિ સાથે ભક્તિ આરાધના નું પળો એટલે નવરાત્રીના પાવન પવિત્ર દિવસે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા સાવરકુંડલા શહેરમાં પટેલ જ્ઞાતિ સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવ, કૃષ્ણ રાસ મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવ, દાસારામ યુવક મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવ, ધોબી જ્ઞાતિ સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવ, કૃષ્ણ ગૌશાળા આયોજિત નવરાત્રી મહોત્સવ, ભગતસિંહ યુવા ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવ, ખોડીયાર 12 રાસ મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવ વિવિધ ગરબીઓમાં ઉપસ્થિત રહીને મા જગદંબાની સ્તુતિ આરાધના કરીને ગરવી ગુજરાતની ઓળખ ગરબાનો આનંદ માણ્યો.

આ તકે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા સાથે નગરપાલિકા દંડક અજયભાઈ ખુમાણ, નગરપાલિકા સદસ્ય પતિ ભુપતભાઈ પાનસુરીયા, નગરપાલિકા સદસ્ય ભાવેશભાઈ કવા, નગરપાલિકા સદસ્ય કમલેશભાઈ રાનેરા, નગરપાલિકા સદસ્ય હરિભાઈ ભરવાડ, અમરેલી જિલ્લા ભાજપ માલધારી સેલ પ્રમુખ મયુર ભાઈ રબારી, તાલુકા ભાજપ મહામંત્રી નીતિનભાઈ નગદીયા, શહેર ભાજપ મહામંત્રીધર્મેન્દ્રભાઈ જોષી, સોમનાથ યુવા ગ્રુપ ના પ્રમુખ દેવર્ષિ ભાઈ બોરીસાગર, ઉપપ્રમુખ વિજયભાઈ આહીર, ભાજપ અગ્રણી સવજીભાઈ ચૌહાણ, એ.બી યાદવ, મંગુભાઈ વાળા સહિતના આગેવાનો દ્વારા વિવિધ ગરબીઓના દર્શન કરી માઁ ની આરાધના કરવામાં આવી હતી.

Related Posts