fbpx
ભાવનગર

નવરાત્રી ‘મધર ડે’ અને શિવરાત્રી ‘ફાધર ડે’છે: મોરારીબાપુ

હુવા તાલુકાના કતપર ગામ પાસે ભવાની મંદિરના પ્રાંગણમાં અને શારદીય નવરાત્રીના અનુષ્ઠાનના ભાગરૂપે પૂ.મોરારીબાપુના શ્રી મુખેથી ગવાઇ રહેલી 904 મી રામકથા “માનસ: માતુ ભવાની” આજે પાંચમા દિવસના અંતિમ પડાવ પર પહોંચી હતી. બાપુએ કથા પ્રવાહનો પ્રારંભ કરતાં કહ્યું જ્યાં રામ ચાલે ત્યાં વાયુમંડળ ચાલે. અખિલ બ્રહ્માંડના નાયક કહી શકાય તેવાં પંચ દેવો અને હનુમાનજી મહારાજ છે.કૌશલ્યાજીની કુખેથી સ્વયં બ્રહ્મ પ્રગટ થયાં તો પણ તે ઓળખી શક્યાં ન હતાં. માતૃશક્તિના બે લક્ષણો છે કઠોરતા અને કોમળતા. સાધુનું આગમન ગામમાંથી ઘાતને ટાળે છે. પોથીજી અને વક્તા એક સાત્વિક અભિયાન ચલાવે છે.કોઈ વ્યક્તિ સાથે કદી અબોલા તૂટે પછી મૌનનો આશરો લેવો.અહલ્યા, મંદોદરી, તારામતી, પાર્વતી અને માં જાનકી પાંચ સતીઓ બધાં પાતકો અને દુઃખને હરી લે છે. ભવાનીના ત્રણ બીજા રૂપો છે અને એ બધાનાં ત્રણ ત્રણ પેટા સ્વરૂપો પણ છે. જેમ કે કન્યા, પત્ની અને માં.કન્યાના ત્રણ રૂપો તપસ્વીની,વ્રતધારિણી, અને આજ્ઞાકારી.પત્નીના ત્રણ રૂપો મર્યાદા, લજ્જા અને આજ્ઞાંકિત. માતાના ત્રણ રૂપો રક્ષક, પોષક અને શિક્ષક. 

બાપુએ કથામાં શિક્ષકની પણ સુંદર વ્યાખ્યા કરી અને સાથે સાથે કથાક્રમને આગળ લેતાં મહાદેવજી  કુંભજ ઋષિના આશ્રમમાં પરબ્રહ્મ રામની કથા સાંભળવા જાય છે તે કૈલાશથી કુંભજ સુધીની યાત્રા ધારાવાહિક અને પ્રવાહી રીતે વર્ણવી હતી. કુંભજ ઋષિ યાજ્ઞવલ્ક્યને કથા સંભળાવે છે. પરંતુ ત્યાં પહેલી પ્રારંભની કથા એ શિવથી શરૂ થાય છે .સતી પાર્વતીને રામ અને લક્ષ્મણના બ્રહ્મસ્વરૂપ વિશે થયેલાં સંશયની વાત આજે ખૂબ જ આધ્યાત્મિક સંદર્ભો સાથે રજૂ થઈ હતી. તેનું તાત્વિક,સાત્વિક ચિંતન પણ બાપુએ રજૂ કર્યું હતું અને આજની કથાનું કથાસ્થળેથી શિવના વિદાયના પ્રસંગ સાથે તેનું સમાપન થયું હતું.

કથા વિશેષ (બોક્ષ મેટર)–આજની કથામાં મોંઘીબાની જગ્યા સિહોરના મહંત શ્રી ઝીણારામબાપુ ઉપસ્થિત હતાં.–બાપુએ કથાસ્થળ અને મહુવા સુધીનો રસ્તો એક માર્ગીય હોય સૌને સાવધાનીથી અવરજવર કરવાં પર ખાસ ભાર મૂક્યો હતો. અને કથા સ્થળે સમુદ્ર કિનારાને પ્લાસ્ટિક મુક્ત રાખવાના યુવાનોના પ્રયત્નની બાપુએ સરાહના કરી હતી.–બાપુએ કહ્યું કે વ્યાસપીઠો ગુજરાતી ભાષાની ખૂબ મોટી સેવા કરી રહી છે. આપણાં બાળકો ગમે તે ભાષામાં ભણે પરંતુ આપણે ગુજરાતીને  છોડવી ન જોઈએ તે બાબતે સૌને વિશેષ અનુરોધ કર્યો.—યજમાન શ્રી ચિમનભાઈ વાઘેલા તથા વી.ટી પરિવાર ભોજન, નિવાસ અને અવરજવરની સુંદર વ્યવસ્થા કરે છે.

Follow Me:

Related Posts