fbpx
ગુજરાત

નવસારીના નર્સિંગ વિદ્યાર્થીએ બેડની ચાદરનો ગાળિયો બનાવી આત્મહત્યા કરી

ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં પોતાના રૂમમાં જ બેડની ચાદરની કિનારી કાપી એનો ગાળિયો બનાવી પંખા સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં કોલેજ સ્ટાફમાં દોડધામ મચી હતી. બનાવની જાણ એ ડિવિઝન પોલીસને કરાતાં પોલીસે મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી તપાસ હાથ ધરી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી નર્સિંગ કોલેજમાં બોયઝ હોસ્ટેલના રૂમ નંબર ૧૦૭માં નવસારીનો ૧૯ વર્ષીય વિદ્યાર્થી હાર્દિક દિલીપ પટેલ નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. હાર્દિક સાથે રહેતા રૂમમેટનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તે પોતાના ઘરે ગયો હતો, જેથી રૂમમાં એકલો જ હતો.

સોમવારે બપોરે હાર્દિકે અગમ્ય કારણોસર તેના જ બેડની ચાદરની ત્રણ કિનારી કાતરથી કાપી એનો ગાળિયો બનાવી રૂમના પંખા લટકીને આત્માહત્યા કરી લીધી હતી, જાેકે હાર્દિકનો બપોરના સમયે ક્લાસ હોવાથી તે નહીં આવતાં તેને ફોન કરતાં ફોન પણ રિસીવ નહિ કરતાં બે વિદ્યાર્થીને તેના રૂમમાં જાેવા મોકલ્યા હતા, પરંતુ તેનો રૂમ અંદરથી બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓએ તેની બારીમાંથી અંદર નજર કરતાં તે પંખા સાથે લટકતો જાેવા મળતાં બંને ગભરાયા હતા. તેમણે હોસ્ટેલ ઈન્ચાર્જને જાણ કરતાં એ ડિવિઝન પોલીસમાં જાણ કરાઈ હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે મોકલી તેનો ફોન કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

નર્સિંગ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રહેતો હાર્દિકને આજે સવારે તેની રૂમમાં સૂઈ રહ્યો હતો. ત્યારે હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થી મિત્રએ તેને ક્લાસમાં જવા માટે ઉઠાડ્યો હતો, પરંતુ હાર્દિકે તેને બપોરમાં જવાનું કહેતાં તેનો મિત્ર ત્યાંથી નીકળી જતા તે ફરી પાછો સૂઈ ગયો હતો, પરંતુ ત્યાર બાદ બપોરના સમયે તે ક્લાસમાં નહીં પહોંચતાં તેને રૂમમાં બોલાવવા જતાં તેણે પંખે લટકીને આપઘાત લીધો હોવાનું બહાર આવ્યું હતું.

Follow Me:

Related Posts