ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના જંગલ સાફ થતાં દીપડાઓ માટે વસવાટનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જેને લઈને તેને નવસારી જિલ્લામાં શેરડીના ખેતરમાં હૂંફ, પાણી અને પ્રજનન કરવાના સુરક્ષિત વાતાવરણ સાથે ખોરાક પણ સહેલાઇથી મળતો હોવાથી આ જિલ્લો તેમના માટે માફક આવ્યો છે. દીપડો રહેણાંકમાં માનવીએ ખલેલ પહોંચાડતા તે માનવવસ્તી તરફ ઝડપી રીતે આગળ વધી રહ્યો છે. આ મામલે વનવિભાગે હાલ તો પાંજરું મૂક્શે પણ જ્યાં સુધી દીપડો પાંજરે ન પુરાય ત્યાં સુધી ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનોનો શ્વાસ અદ્ધર રહેશે.નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં દીપડાની દહેશત દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે પશ્ચિમ વિભાગમાં પણ દીપડો દેખાતા ગામના લોકોમાં ભય વ્યાપી ગયો છે.ખેતમજૂરો અને ગામવાસીઓ સતત ભય સાથે જીવી રહ્યા છે. ત્યારે તાલુકાના મોરા ગામે વનવિભાગે પાંજરૂ મુકીને દીપડાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાત્રિના સમયે ખેતરમાં જવા માટેના આંતરિક માર્ગ પર દીપડો આંટાફેરા મારતો હોય તેમ ત્યાંથી પસાર થતાં કારચાલકે આ વીડિયો પોતાના મોબાઈલમાં શૂટ કર્યો હતો, જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જિલ્લામાં રાત્રીને સમયે દીપડાઓ કૂતરા કે મરઘાં અને બકરાનો શિકાર કરી જાય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ખેતરાળીમાં દેખાતા દીપડાને કારણે ખેડૂતો ખેતીમાં કામ અર્થે જતા ડર અનુભવી રહ્યા છે.
નવસારીના મોરા ગામે દિપડો દેખાતા વનવિભાગને જાણ કરાઈ

Recent Comments