નવસારીની દિકરીએ અમેરિકા નેવીમાં નિમણૂંક પામી ગુજરાતનું ગૌરવ વધાર્યું
અમેરિકાના મિસિસિપીમાં વસતા ગુજરાતી પરિવારની દીકરીએ અમેરિકા નેવીમાં નિમણૂંક પામીને નવસારી સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મિસિસિપીમાં પોતાના નાના- નાનીના ઘરે ઉચ્ચ અભ્યાસ માટે પહોંચેલી ચીખલીની પાટીદાર સમાજની પુત્રી આજે યુએસ નેવીમાં પસંદગી પામતાં સમગ્ર પંથકમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી છે. શિકાગો ખાતેના નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટરમાં૧૦ અઠવાડિયાની આકરી ટ્રેનિંગમાંથી પસાર થયા બાદ યુએસ નેવીમાં નિમણૂંક પામતાં નૈત્રી પટેલના પરિવારજનોનો ઉત્સાહ પણ સાતમા આસમાને પહોંચ્યો છે.
અમેરિકાને કર્મભૂમિ બનાવનારા ગુજરાતીઓ હવે ત્યાં પણ અલગ – અલગ ક્ષેત્રોમાં પોતાનો ડંકો બજાવી રહ્યા છે.આ સ્થિતિમાં અમેરિકાના મિસિસિપી ખાતે રહેતા પોતાના નાના અને નાનીના ઘરે ઉચ્ચ અભ્યાસ માટે પહોંચેલી ચીખલીના વાંઝણા ગામની પુત્રીએ ત્યાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુએસ નેવીમાં જાેડાવવાનો ર્નિણય કર્યો હતો. એક તો યુએસ નેવીની દુનિયાભરમાં સૌથી સખત ગણાતી ટ્રેનિંગ અને તેમાં પણ યુવતી હોવાને કારણે શરૂઆતમાં આ પરિવારને પુત્રીના ર્નિણય પર થોડી શંકા – કુશંકા હતી. પરંતુ ઉત્સાહ અને અદમ્ય સાહસની પાંખો સાથે મૈત્રી પટેલે ૧૦ સપ્તાહની સખ્ત ટ્રેનિંગમાંથી પસાર થઈને અંતે યુએસ નેવીમાં સેઈલર પદે નિમણૂંક મેળવી હતી. જેથી પરિવારની સાથે ત્યાં વસતા ગુજરાતીઓએ પણ અભિનંદન આપતા આનંદ વ્યકત કર્યો હતો.
Recent Comments