નવસારીમાં અંબિકા નદી પરના બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ મુકાયો છે. બીલીમોરા-અમલસાડ ગામને જાેડતા બ્રિજ પર ભારે વાહનની અવરજવર પર કલેકટરે પ્રતિબંધ ફરમાવ્યો છે. ૪૫ વર્ષ જૂના આ બ્રિજના માળખાના રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર બ્રિજ નબળો થયો હોવાથી હાલ ભારે વાહનની અવર-જવર સુરક્ષિત નથી. આ બ્રિજ શહેર અને ગ્રામ્ય વિસ્તારને જાેડતી કડીરૂપ હતો. ત્યારે અહીં ભારે વાહનની અવર-જવર પર પ્રતિબંધ મુકાતા વાહનચાલકો ૨૨ કિમી વધુ અંતર કાપવા મજબૂર બન્યા છે. એક વર્ષ પહેલા બીલીમોરાને નેશનલ હાઈવે સાથે જાેડતો બ્રિજ બંધ થયો હતો, જેનું સમારકામ ન થતા આજે પણ બ્રિજ બંધ છે. એવામાં વધુ એક બ્રિજ પર ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ મુકાતા ખેડૂતો, વેપારીઓને માલ-સામાનની હેરાફેરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. બ્રિજનું વહેલી તકે સમારકામ થાય તે માટે સ્થાનિકો માગણી કરી રહ્યા છે.
નવસારીમાં અંબિકા નદી પરનાં પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

















Recent Comments