ગુજરાત

નવસારીમાં કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા રાધે ક્રિષ્ના મંડળીને પ્રથમ સ્થાન મળ્યું

નવસારીમાં ગરબા મહોત્સવ દરમિયાન કુલ ૩૩ કૃતિ પ્રસ્તુત થઈ હતી. જે પૈકી સ્ટેજ ગરબા વિભાગમાં પ્રથમ ક્રમે રાધે ક્રિષ્ના મંડળી વાડા, દ્વિતીય ક્રમે મહાલક્ષ્મી યુવતી મંડળી વેગામ, તૃતીય ક્રમે જય અંબે મંડળી નાગધરા અને શેરી ગરબા વિભાગમાં પ્રથમ ક્રમે શક્તિગ્રુપ મંડળી ગણેશ સિસોદ્રા, દ્વિતીય ક્રમે ઓમ મહિલા મંડળી ઉન, તૃતીય ક્રમે મહાલક્ષ્મી મહિલા મંડળી વેગામ વિજેતા બન્યા હતા. દરેક વિજેતા મંડળીને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર ઠાકોરભાઈ પટેલ અને પરિવાર દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. આરતી સુશોભન સ્પર્ધાના વિજેતાઓને મહિલા સમિતિના અધ્યક્ષ રંજીતા પટેલ તરફથી ઈનામ આપવામાં આવ્યું હતું. આ ગરબા મહોત્સવના અવસરે વેગામ નિવાસી પ્રેમાભાઈ પટેલ અને તેમના પરિવાર તરફથી, અમ્રતભાઈ પટેલ (કછોલ), ડો. અનિલ ડી. પટેલ (ચીખલી), રશ્મિબેન યતિન પટેલ (ભુલાફળિયા), ઈલાબેન અમ્રતભાઈ પટેલ (વેગામ) તરફથી ટ્રસ્ટને દાન પ્રાપ્ત થયું હતું. સંચાલન સમિતિના પ્રમુખ નટવરલાલ પટેલ (ઉન), મંત્રી નરેન્દ્ર પટેલ (સિસોદ્રા), સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ તેજસ પટેલ (ભુલા ફળિયા) દ્વારા ગરબા મહોત્સવનું સુપેરે સંચાલન થયું હતું. મનુ સરપોરકર અને નવિનચંદ્ર પટેલે ઉદઘોષક તરીકે સેવા આપી હતી. સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ પરભુભાઈ પટેલ ભજનિક વાડાએ આભારદર્શન કર્યું હતું. નિતલ શાહ, ખ્યાતિ શાહ અને શિવાની વ્યાસે નિર્ણાયકો તરીકે સેવા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં પૂર્વ પટ્ટીના ગામોમાં વરસોથી પૂર્વ વિભાગ કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાતું રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો, યુવતીઓ અને બાળકો ભાગ લઈને પોતાનો યોગદાન આપી રહ્યાં છે. સમાજનાં આગેવાનો દ્વારા પણ આ પ્રવૃત્તિને હંમેશા બિરદાવવામાં આવતી રહી છે. જેને લઈને પૂર્વ પટ્ટીના ગામોમાં આવેલા કોળી સમાજના ભાઈ બહેનોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ચાલુ વરેસ યોજાયેલ આ ગરબા મહોત્સવમાં પણ તમામે ઉત્સાહભેર ભાગ લઈ આયોજનનને સફળ બનાવ્યં હતું.નવસારી પૂર્વ વિભાગ કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ ખડસુપા બોર્ડિંગ દ્વારા કોળી સમાજ વાડીમાં તાજેતરમાં ૫મો ગરબા મહોત્સવ-૨૦૨૧ મેનેજીંગ ટ્રસ્ટી મુકેશભાઈ પટેલ (ભુલાફળિયા)ના પ્રમુખપદે અને પ્રેમાભાઈ પટેલ (વેગામ) મુખ્ય મહેમાનપદે સંપન્ન થયો હતો. મુકેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન સહ મહેમાનોનો પરિચય રજૂ કર્યો હતો.

Related Posts