નવસારી જિલ્લામાં એક સમયે ૩૦૦ જેટલા કોરોના કેસ નોંધાયા હતા. જેથી આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ચિંતિત બન્યું હતું. ત્યારે ધીરે ધીરે કોરોનાના કેસનો ગ્રાફ નીચે આવતા કોરોનાની પિક સીઝન નીચે આવી રહી હોય તેમ આંકડા પરથી માની શકાય છે આરટીપીસીઆરની વાત કરવામાં આવે તો તે પણ બે હજાર જેટલો પ્રતિદિન કરવામાં આવે છે.જાે રાજ્યવ્યાપી કોરોના કેસ ઘટશે તો સરકારે લગાવેલા નિયંત્રણનું પણ ધીરે ધીરે હળવા થશે અને ફરિવાર રોજિંદુ જીવન ધબકતું થશે
અને આર્થિક રીતે રાજ્ય વધુ મજબૂત ની તરફ આગળ વધશે.નવસારી જિલ્લામાં કોરોનાના નવા ૧૩૨ કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૧૧૪૫ થઈ છે. જિલ્લામાં કોરોના ડાઉનફોલ તરફ જતો હોય એવું ચિત્ર દેખાય રહ્યું છે કારણ કે કોરોના કેસ કરતા રિકવરી કેસ ઝડપથી વધી રહ્યા છે જે સારા સંકેત માનવામાં આવી રહ્યા છે. નવસારી જિલ્લામાં ૧૩૨ જેટલા કોરોનાના કેસ નોંધાવા સાથે રિકવરીનો આંક ગઈ કાલ કરતા વધીને ૨૮૮ પર પહોંચ્યો છે. જેથી એક્ટિવ કેસની સંખ્યા ૧૧૪૫ થઈ છે.
Recent Comments