નવસારી શહેરના સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એક નામની બહુમાળી બિલ્ડીંગમાં પાંચમાં માળે રહેતા અશ્વિન માધવાણી નામના વ્યક્તિના ઘરે સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી જેની જાણ નવસારી ફાયરને જાણ થતા તાત્કાલિક ચાર ગાડી દોડાવીને એક કલાકની જહેમત બાદ આંગ પર કાબુ મેળવ્યો હતો.આગ માં આશરે ૧૦થી વધુ લાખના નુકસાન નો અંદાજ ઘર માલિકે લગાવ્યો છે.
ફાયર વિભાગએ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક એપાર્ટમેન્ટ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો જેને કારણે જાનહાનિ કે મોટી દુર્ઘટના ટળી હતી ઘરમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ હતી,આગ લાગતાં બિલ્ડિંગમાં આફરાતફરી મચી ગઈ હતી જાે કે ૧ કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
Recent Comments