fbpx
ગુજરાત

નવસારીમાં મોપેડને ટ્રકે ટકકર મારતા મહિલાનું મોત

નવસારી શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. જેને પગલે મોટા ભાગે બાઇક ચાલક અને રાહદારીઓનું મોત ઘટના સ્થળે થતું હોય છે. આવા જ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટના નવસારીના એરું ઈટાળવા રોડ પર બની છે. નોકરી પર જતી ૨૮ વર્ષીય મહિલાનું અકસ્માતમાં મોત થયું છ. આ દુર્ઘટનામાં સાત વર્ષના પુત્રએ માતા ગુમાવી છે. ૨૮ વર્ષીય ક્રિષ્ના અશ્વિન પટેલ વહેલી સવારે પોતાના ગામ સામાપુરથી જ્વેલરીની કંપનીમાં નોકરી પર જવા નીકળી હતી. ત્યારે આશરે સાડા આઠ વાગ્યાની આસપાસ યમરાજ બનીને આવેલા શેરડીના ટ્રક ચાલકે મહિલાના મોપેડને પાછળથી ટક્કર મારી અડફેટે લીધી હતી.

જેથી મહિલા રોડ પર મોપેડ સાથે ફગોળાઇ હતી અને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે પ્રાણપંખેરુ ઉડી ગયુ હતું. ૨૮ વર્ષીય મહિલાનો પતિ અશ્વિન પટેલ વેલ્ડીંગનું કામ કરે છે અને પરિવારમાં ૭ વર્ષના પુત્રે માતા ગુમાવતા સિવિલ હોસ્પિટલમાં ગમગીન માહોલ ઉભો થયો હતો. સિવિલ પહોંચેલો પરિવાર મહિલાના મોટી વ્યતીત થયો છે અને તેઓ પર આભ તૂટી પડ્યું હતું. ટ્રક ચાલક વિરુદ્ધ સખત કાર્યવાહી થાય તેવી માંગ પરિવાર દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર મામલે જલાલપોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts