ગુજરાત

નવસારીમાં વિસર્જન માટે નીકળેલા ટ્રેકટરના વ્હિલ નીચે યુવાન ફસાતા મોત

ગણેશ વિસર્જન માટે નીકળેલા દૂધિયા તળાવ પાસેના મહાલક્ષ્મી મંડળના ટ્રેક્ટરના ટાયર અને ડ્રાઈવર નજીકના પંખાની બેઠક વચ્ચે બેસેલા ૨૭ વર્ષીય યુવાન એકાએક અકસ્માતે ટ્રેકટરના ટાયર અને પંખા વચ્ચે ફસાતા સૌ કોઈ ચોકી ગયા હતા. તાત્કાલિક ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયર વિભાગ એ પંખા અને ટાયર વચ્ચે ફસાયેલા યુવાનને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું.આ યુવાન કેટરિંગનું કામ કરતો હતો અને અપરણિત હતો.યુવાન નાં મૌતથી પરિવાર સહિત ગણેશ મંડળમાં ગમગીની પ્રસરી હતી. નવસારી ફાયરના જવાનોએ મહા મહેનતે યુવાનને ટાયર પરથી બહાર કાઢ્યો.ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા લાયન્સ હોસ્પિટલ ખસેડાયો જતા ફરજ પરના ડોક્ટરોએ યુવાનને મૃત ઘોષિત કર્યો હતો.આ ઘટના બનતા પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક જામ થયો હતો.નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સહિતના પોલીસ કર્મીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટ્રાફિકને હળવો કર્યો હતો.

Related Posts