નવસારી જિલ્લા બાર એસો.ના પ્રમુખ પદે રાકેશ પરદેશીનો વિજય
નવસારીમાં બાર એસો.ના ૫ હોદ્દા પૈકી ઉપપ્રમુખ માટે માત્ર ૨ જ ઉમેદવાર રૂપેશ શાહ અને સુરેશ બારોટની સામે અન્ય ફોર્મ ભરાયું નહીં હોય એમને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે સેક્રેટરીમાં પણ માત્ર એક જ ઉમેદવાર કમલેશ પટેલે ફોર્મ ભરેલું હોય તેમને પણ બિનહરીફ વિજેતા જાહેર કર્યાં હતા. જ્યારે પ્રમુખપદ માટે રાજકુમાર શર્મા, રાકેશભાઇ પરદેશી, ભરત એમ.પ્રજાપતિ અને સહમંત્રીપદ માટે અમીત કચવે, અર્ણબ દેસાઈ અને કૃણાલ પટેલ ઉમેદવાર હોય તેમના માટે શુક્રવારે ચૂંટણી યોજાઈ હતી.
જેમાં મતદાન વખતે આ વખતે એક બાર એક મતની પ્રક્રિયા લાવતા મતદાન કરતી વખતે ગુપ્તતા જળવાતી નહીં હોવાનો આક્ષેપ ઉમેદવાર દ્વારા ચૂંટણી કમિશ્નરને કરવામાં આવ્યો હતો. જાેકે અગ્રણીઓએ સમજાવટ બાદ સમાધાન થયું હતું. બાર એસો.ના કુલ ૪૮૧ સભ્યમાંથી ૪૦૮ મતદારોએ મતદાન કર્યું હતું. ભારે રસાકસીના અંતે પ્રમુખપદે રાકેશ પરદેશી ૧૨૧ મતે અને જાેઈન્ટ સેક્રેટરીપદે અર્ણબ દેસાઈનો ૪૮ મતે વિજય થયો હતો.બાર એસો.ની ચૂંટમીમાં કુલ ૪૮૧ મતદારમાંથી ૪૦૮ જણાંએ મતદાન કરતા ૮૪ ટકાથી વધુ નોંધાયું હતું. જેમાં પ્રમુખ પદ માટે રાકેશ પરદેશીને ૨૩૨, ભરત પ્રજાપતિને ૧૧૧ અને રાજકુમાર શર્માને ૫૬ મત મળતા રાકેશ પરદેશીનો ૧૨૧ મતથી વિજય થયો હતો.
જ્યારે જાેઈન્ટ સેક્રેટરીપદ માટે અર્ણબ દેસાઈને ૨૦૫ મત, કૃણાલ પટેલને ૧૫૭ મત અને અમિત કચવેને ૩૪ મત મળતા અર્ણબ દેસાઈ ૪૮ મતે વિજેતા બન્યા હતાં. બાર એસોસિએશનની ચૂંટણીમાં પણ મત રદ થવાની ઘટના સામે આવી છે. જેમા પ્રમુખપદની ચૂંટણીમાં ૯ મતદારના મત રદ થયા હતા. જ્યારે જાેઈન્ટ સેક્રેટરીપદની ચૂંટણીના મતદાનમાં પણ ૧૨ મત રદ થયા હતાનવસારી જિલ્લા બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણીનું આયોજન થયું હતું. જેમાં એસો.ના ઉપપ્રમુખપદે ૨ અને મંત્રી તરીકે એક જ ઉમેદવારનું ફોર્મ આવતા તેમને ચૂંટણી અધિકારીએ બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. જ્યારે પ્રમુખ અને જાેઈન્ટ સેક્રેટરીના પદ માટે ત્રણ ઉમેદવાર રહેતા શુક્રવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં રસાકસી બાદ પ્રમુખપદે રાકેશ પરદેશી ૧૨૧ મતે અને જાેઈન્ટ સેક્રેટરી અરણબ દેસાઈ ૪૮ મતે વિજેતા થયા હતા.
Recent Comments