નવસારી જેલમાં બહેનો ભાઈઓને રાખડી બાંધવા પહોંચી
ભાઈ-બહેનના પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધન પર નવસારી સબજેલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. અલગ અલગ ગુનામાં સબજેલમાં સજા કાપી રહેલા કેદીઓ પણ આજે ઉત્સાહમાં હતા, કારણ એમની લાડકવાયી બહેન તેમને મળવા સાથે જ રક્ષા બાંધશે. જ્યારે સામે કોરોનાના બે વર્ષ બાદ જેલમાં ભાઈના હાથે રક્ષા બાંધવાના ઉત્સાહ ઉમંગમાં નવસારી સબજેલ પહોંચી હતી. અહીં ભાઈ અને બહેનની મુલાકાત ભાવનાત્મક બની હતી. બહેનોએ હર્ષઆંસુ સાથે ભાઈઓના કાંડે રાખડી બાંધી, મોં મીઠુ કરાવડાવ્યું હતુ.
રાખડી બાંધ્યા બાદ ભાઈ-બહેન વચ્ચે થેયેલી વાતોમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. બહેનોએ ભાઈ વહેલો ઘરે આવે એવી કામના સાથે ઈશ્વરને પ્રાર્થના કરી હતી. સાથે જ બહેનને રક્ષાબંધનના પાવન પર્વે બહેન ખાલી હાથે જાય એવી લાગણીથી હૃદય ભરાઈ આવ્યુ હતુ. નવસારી સબજેલમાં પાકા કામના ૨૫ સહિત કુલ ૩૨૮ કેદીઓ સજા કાપી રહ્યા છે, ત્યારે આજના પવિત્ર દિવસે જેલ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરી, બહેનના પ્રેમને જાેઈ ભાઈનું હૃદય પરિવર્તન થાય અને સમાજમાં એક સારૂ જીવન જીવતા થાય એવી આશા પણ વ્યક્ત કરી હતી.
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો દિવસ એટલે વીરપસલી… રક્ષાબંધન. સામાજિક ક્ષેત્રે કોઈ આવેશમાં આવી ગુનો કરી બેસનારા બાઈઓને આજના પવિત્ર દિવસે તેમની બહેનોએ આંખોમાં હર્ષનાં આંસુ સાથે પોતાના ભાઈને રક્ષા બાંધી, તેઓ વહેલા ઘરે પરત ફરેની પ્રાર્થના કરી હતી.
Recent Comments