ટ્રેન વલસાડથી એટલી ભરેલી આવે છે કે નવસારીમાં ટ્રેન પકડવાની લ્હાયમાં પાસ હોલ્ડરો પ્લેટફોર્મ પર પટકાયા હતા. ઘર ચલાવવાની જવાબદારીમાં ઘેરાયેલો મધ્યમવર્ગ પાસના પુરેપુરા પૈસા ચૂકવીને પ્લેટફોર્મ પર પટકાઇને પણ બોલી શકતો નથી. છતાં સ્ટેશન સલાહકાર સમિતિના સભ્યો આ સમસ્યા ડ્ઢઇસ્ કે રેલવે મેનેજર સામે મુકતા નથી. રેલવે મુસાફરોના પ્રશ્નોને મુંબઈની રેલવેની હેડઓફિસ સુધી પહોંચાડવા માટે દરેક રેલવે સ્ટેશન પર ઢઇેંઝ્રઝ્ર મેમ્બરની નિયુક્તિ કરવામાં આવે છે. પરંતુ આ પદ નવસારીમાં શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે. સ્ન્છ પિયુષ દેસાઈ ઢઇેંઝ્રઝ્ર મેમ્બર હોવા છતાં આજ સુધી તેમણે રજૂઆત મુંબઈ ઓફિસમાં નથી કરી. રેલવે તંત્ર પાસના પૈસા લઈને સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગયું છે. જેથી આપના કાર્યકર મહેશ બાસ્ટીકરે આ સમસ્યાનો વીડિયો શૂટ કરીને પાસહોલ્ડરની સમસ્યા તંત્ર સુધી પહોંચાડવા માટે પ્રયાસ કર્યો હતો. ઉપરાંત તેમણે આ સમસ્યા માટે અનેક વખત આવેદન આપ્યું છે, છતાં પાસહોલ્ડરોની સુવિધામાં કોઈ વધારો થયો નથી. નવસારી રેલવે કમિટીમાં સભ્ય સંતોષ લુટાણીએ ચાર-પાંચ દિવસ પહેલા આ સમસ્યાને લઈને ડ્ઢઇસ્ને રજૂઆત કરી હતી. જેમાં હાલમાં ૧૪થી ૧૫ જનરલ કોચ સાથે દોડતી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં ૨૪ કોચ ફાળવવા માટે અરજી કરવામાં આવી હતી. જેને લઈને રેલવે વિભાગે પણ આ વાતની નોટિસ લઈને ટૂંક સમયમાં કોચ વધારવામાં આવશે તેવો જવાબ આપ્યો છે.નવસારી જિલ્લાના બીલીમોરા-અમલસાડ-નવસારી-મરોલી એમ કુલ ચાર રેલવે સ્ટેશનો પરથી સુરત જવા માટે હજારોની સંખ્યામાં પાસહોલ્ડરોનો વર્ગ વહેલી સવારે ટ્રેન પકડે છે. જેમાં વલસાડથી દાહોદ જતી ઇન્ટરસિટી ટ્રેનનો સમય ડાયમંડ અને ટેક્સટાઇલ ઉધોગ સાથે સંકળાયેલા કામદારો અને કર્મચારીઓ માટે અનુકૂળ બની રહ્યો છે. પરંતુ પાસ હોલ્ડરોને ઓછા કોચ સાથે દોડતી ટ્રેનમાં હાલાકીનો કોઈ પાર રહ્યો નથી તેવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં નવસારી રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવાની લ્હાયમાં પાસ હોલ્ડરો પ્લેટફોર્મ પર પટકાતા જાેવા મળે છે. કોરોના કાળ બાદ શરૂ થયેલા ઉદ્યોગ-ધંધા મધ્યમવર્ગને રાહત આપી રહ્યા છે. મજૂર અને કામદાર વર્ગ પણ કોરોનામાં થયેલી ખોટને પૂરી કરવા માટે નિયમિત રીતે નોકરી-ધંધા પર જઈ રહ્યા છે, જેના માટે રેલવે એકમાત્ર સસ્તુ અને વહેલું પહોંચાડતું માધ્યમ છે. પરંતુ ટ્રેનમાં મુસાફરી કરનારા પાસ હોલ્ડરોને ઓછા કોચને લીધે પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે.
નવસારી ટ્રેન પાસ હોલ્ડરોની ટ્રેનમાં કોચ વધારવાની માંગ


















Recent Comments