ગઈકાલે વહેલી સવારે નવસારીના નેશનલ હાઈવે પર એક અત્યંત કરુણ અને દુઃખદ અકસ્માત થયો હતો. અમદાવાદ થી વલસાડ તરફ જઈ રહેલા શ્રદ્ધાળુઓ ની કારનો એક બસ સાથે અકસ્માત થતાં એ ઘટનામાં નવ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. નવસારી નજીકના નેશનલ હાઇવે નંબર 48 પર પરથાના ખાતે આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમને સંવેદના સ્વરૂપે લાઠીની રામકથા ની વ્યાસપીઠ તરફથી પ્રત્યેક મૃતકના પરિજનોને રૂપિયા 11000 -11000ની સંવેદના સહાયતા પ્રેશિત કરેલ છે. મરણોત્તર સહાયની કુલ રકમ 99 હજાર રૂપિયા થાય છે.
આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમનાં નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજી ના ચરણોમાં પ્રાર્થના કરી છે. તેમના પરિજનો તરફ વ્યક્ત કરી છે. એ ઉપરાંત આ ઘટનામાં જે લોકો ઘાયલ થયા છે તેઓ ઝડપથી સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવી પણ પ્રાર્થના પૂજ્ય બાપુએ કરી છે.
Recent Comments