fbpx
ગુજરાત

નવસારી રેલ્વે સ્ટેશન ખાતે દોઢ વર્ષના પુત્ર સાથે ફસડાયેલી મહિલાને ઇઁહ્લ જવાને બચાવી

રામ રાખે, તેને કોણ ચાખે આ કહેવત મંગળવારે નવસારી રેલવે સ્ટેશન પર સાચી જાેવા મળી હતી. નવસારીથી અંકલેશ્વર જવા નીકળેલી ૨૨ વર્ષિય મહિલા પોતાના દોઢ વર્ષના દિકરાને કાંખમાં રાખી ચાલુ મેમુ ટ્રેન ઉતાવળે પકડવા દોડી હતી પણ ટ્રેનમાં ચઢી ન શકી અને ફસડાઈને ટ્રેન અને ટ્રેકની વચ્ચે ફસાઈ ગઈ હતી એ પૂર્વે જ પ્લેટફોર્મ પર હાજર આરપીએફ કોન્સ્ટેબલે તાત્કાલિક માતા-પુત્રને પ્લેટફોર્મ તરફ ખેંચી લેતા બંનેને નવજીવન મળ્યુ હતું. આરપીએફ જવાનની બહાદુરીથી માતા-પુત્રનો જીવ બચી ગયા હતા, પશ્ચિમ રેલવે દ્વારા જવાનને પુરસ્કૃત કરવાની ભલામણ કરવામાં આવી છે.

નવસારી તાલુકાના ગણેશ સીસોદ્રા ગામે રહેતી રેહાના પોતાના દોઢ વર્ષના દિકરા સાથે મંગળવારે સવારે નવસારી રેલવે સ્ટેશનથી મેમુ ટ્રેનમાં અંકલેશ્વર જવા માટે નીકળી હતી. પરંતુ રેહાના નવસારી રેલવે સ્ટેશને પહોંચી, ત્યાં સુધીમાં મેમુ ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. જેથી રેહાના ઉતાવળે ઓવરબ્રિજ ઉતરીને ચાલુ મેમુમાં ચઢવા દોડી હતી. પરંતુ ત્યાં સુધીમાં ટ્રેનની ગતિ વધી જતા રેહાના ટ્રેનમાં ચઢી ન શકી અને ફસડાઈ પડી હતી. જેથી રેહાના દોઢ વર્ષના પુત્ર સાથે ટ્રેન અને ટ્રેકની વચ્ચે ફસાઈ અને અકસ્માત સર્જાવાની સ્થિતિ બની હતી, પરંતુ દુર્ઘટના બને એ પૂર્વે નવસારી રેલવે સ્ટેશને ફરજ પર હાજર આરપીએફ જવાન હર્ષદ ડામાભાઈ ટંડેલે રેહાનાનો હાથ પકડી, તેને ટ્રેક અને ટ્રેન વચ્ચે પડતા બચાવી નવજીવન આપ્યુ હતુ. જાેકે ઘટનાથી હેબતાઈ ગયેલી રેહાનાને તેના પુત્ર સાથે ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં મોકલવાની વ્યવસ્થા પણ આરપીએફ દ્વારા કરવામાં આવી હતી.

નવસારીના આરપીએફ જવાન હર્ષદ ટંડેલ દ્વારા ૨૨ વર્ષિય રેહાના અને તેના દોઢ વર્ષના પુત્રને બચાવવાની ઘટના નવસારી રેલવે સ્ટેશનના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેને આરપીએફના ટિ્‌વટર હેન્ડલ પર મુકીને આરપીએફ જવાન હર્ષદ ટંડેલની બહાદુરીની પ્રશંસા કરવામાં આવી છે. સાથે જ પશ્ચિમ રેલવે દ્વારા જવાન હર્ષદ ટંડેલને પુરસ્કૃત કરવા માટેની ભલામણ રેલવે મંત્રાલયને કરી હોવાની માહિતી મળી હતી.

Follow Me:

Related Posts