નવસારી, વલસાડને વરસાદે ધમરોળ્યું; ૪૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર
અવિરત વરસી રહેલા વરસાદના કારણે નવસારી, વલસાડમાં મેઘતાંડવ સર્જાયું છે, વલસાડ જિલ્લામાં મોડી રાત્રે દ્ગડ્ઢઇહ્લએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. વલસાડના હિંગરાજ ગામ ખાતે ૭ જેટલા ઝીંગાના ફાર્મમાં કામ કરતા મજૂરોનું રેસ્ક્યુ કરાયું હતું. ઔરંગા નદીની સપાટી વધતા હિંગરાજ ગામ ઔરંગા નદીના પાણી ઘુસ્યા હતા. ઔરંગા નદીના પાણી એકા એક વધતા ૭ જેટલા મજૂરો ઝીંગા ફાર્મમાં ફસાયા હતા. મોડી રાત્રે વહીવટી તંત્રને જાણ થતાં તાત્કાલિક પગલાં લઈ દ્ગડ્ઢઇહ્લની ટીમે રેસ્કયુ કરાયું હતું. દ્ગડ્ઢઇહ્લની ટીમ દ્રારા રાત્રીના અંધારામાં બોટ લઈ તમામ મજૂરોનું રેસ્ક્યુ કરાયું હતું. ઘટનાને લઈ ્ર્ડ્ઢં તથા મામલતદાર અને વલસાડ રૂરલ પી.આઈ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થીતીની માહિતી આ બેય જિલ્લાના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી. ગામોમાં નીચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા તેમજ વરસાદને કારણે ઉભી થયેલી પુરની સ્થિતીમાં જાનમાલનું નુક્શાન ન થાય તેવી સતર્ક્તા અને તકેદારી સાથે યોગ્ય પ્રબંધન માટે પણ વલસાડ અને નવસારીના કલેક્ટરને સૂચનાઓ આપી હતી. વલસાડની ઓરંગા નદીમાં પુર આવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ઓરંગા નદીને અડીને આવેલા લીલાપુર ગામ સૌથી વધુ અસરગ્રસ્ત થયું હતું. વીટીવી ની ટીમે લીલાપુર ગામની મુલાકાત લીધી હતી. ઓરંગા નદીનો ધસમસતો પ્રવાહ ગામમાં ઘૂસતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. ભરતીનાં સમયે ઓરંગાનું પાણી દરિયો ન સ્વીકારે તો વધુ પરિસ્થિતિનો બદતર થવાની શક્યતા છે.
નવસારી જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને કારણે અંબિકા અને કાવેરી એના સપાટી વટાવી દીધી હતી જેના કારણે ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર સહિત ૧૪ ગામોમાં પુરની અસર થતા તાલુકા ભાજપ ના આગેવાનો તંત્ર સાથે ખભે થી ખભા મિલાવી લોકોની સેવામાં જાેડાયા હતા જેમાં બીલીમોરા ના નિશાળ વાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યારે ગણદેવીના ચાર ગામોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા હતા
અત્યાર સુધીમાં જિલ્લામાં ૯૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે સ્થિતિનો નિરીક્ષણ કરવા માટે ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ બીલીમોરા ના વખારીયા બંદર રોડ ખાતે પહોંચ્યા હતા જ્યાં લોકો અને તંત્રના અધિકારીઓ સાથે વાત કરી સમસ્યાનો સમાધાન સાથે સ્થળાંતરિત કરેલા લોકોના ભોજન તેમજ આરોગ્યની વ્યવસ્થા કરવામાં આવી હોવાની માહિતી આપી હતી. નવસારીના ત્રણ તાલુકાઓમાં મેઘ તાંડવ જાેવા મળ્યું. નવસારીના ચીખલી ખેરગામ અને વાંસદા તાલુકામાં મુશળધાર વરસાદે આફત આણી હતી.
નવસારી સહિત ઉપર વાસના ડાંગ જિલ્લામાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. સાંબેલાધાર વરસાદને કારણે નવસારીની અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. બંને નદીઓના કાંઠાના વાંસદા ચીખલી અને ગણદેવી તાલુકાના ગામડાઓમાં તેમજ બીલીમોરા શહેરમાં નિશાળ વાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા હતા. પૂરના પાણી ભરાતા રાત્રિ દરમિયાન સેંકડો લોકોનું સ્થળાંતર કરાયું હતું. નવસારીમાં નદીઓનાં પાણી લોકોનાં ઘરમાં ધૂસ્યા હતા. નવસારીની તમામ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. ધારાસભ્ય નરેશ પટેલે નીચાણવાળિ વિસ્તારોની મુલાકાત લીધી હતી. દરિયામાં હાઈટાઈડની સ્થિતિને લઈ નદીનાં પાણી શહેરમાં ઘૂસ્યા હતા. ધારાસભ્ય નરેશ પટેલે અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી.
Recent Comments