fbpx
ગુજરાત

નવસારી શહેરની આસપાસ બચ્ચા સાથે દીપડીના આંટાફેરા

નવસારી શહેરના લોકોને હાલ ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બનવુ પડ્યુ છે. છેલ્લા થોડા દિવસથી નવસારી શહેરની આસપાસ બચ્ચા સાથે દીપડીના આંટાફેરા જાેવા મળી રહ્યા છે. શહેરના ભેંસત ખાડાના વોરા વાડીમાં મોડી રાત્રિ દરમિયાન દીપડીના આંટાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. આ સાથે જ દીપડી બચ્ચાં સાથે શહેરના કાલિયાવાડી, કાછીયાવાડી વિસ્તારમાં પણ જાેવા મળી હતી. તો દીપડીએ શ્વાન અને ડુક્કરનો શિકાર પણ કર્યો હતો. જે પછી લોકોને ઘર બહાર નીકળવામાં પણ ડર લાગી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તાર છોડીને શહેરી વિસ્તાર દીપડીના આંટાફેરાએ લોકોમાં ચિંતા વધારી છે.

Follow Me:

Related Posts