fbpx
ગુજરાત

નવસારી સબ જેલમાં કેદીએ ગેરવર્તન કરીને જેલના કોમ્પ્યુટર અને લેન્ડલાઈન ફોન પછાડી દઈ તોડી નાખ્યા

નવસારી સબ જેલમાં ફોન કરવા માટે નામ નોંધાવવું પડે છે અને વારો આવ્યા બાદ પરિવાર સાથે અથવા પરિચિત સાથે લેન્ડલાઈન પરથી ફોન પર વાત કરવામાં આવે છે. ત્યારે એક કેદીએ વારો ન હોવા છતાં જેલ સહાયક સાથે જીવાજાેડી સાથે ગેરવર્તન કરીને જેલના કોમ્પ્યુટર અને લેન્ડલાઈન ફોન પછાડી દઈ તોડી નાખતા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. નવસારી સબજેલ મોબાઈલ ફોન અને સીમકાર્ડ મળી આવવાને લઈને સતત વિવાદમાં રહેતી આવી છે ત્યારે ફરીવાર એક કેદી એ પિત્તો ગુમાવી જેલ સહાયક સાથે ગેરવર્તન કર્યા ની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

સબ જેલમાં કાચા કામના કેદી રહીમ રજાકલી ને પરિવારને ફોન કરવાનો વારો ન હોવા છતાં જેલ સહાયક અવિનાશ ઉત્તમભાઈ કુંવર જે લાઇબ્રેરીમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમની પાસે આવીને ફોન કરવાની જીદ્દ કરીને ફરજમાં અડચણ ઊભી કરી જેલ વિભાગના જરૂરી સરકારી કોમ્પ્યુટર તથા લેન્ડલાઈન ફોન ઇરાદાપૂર્વક ટેબલ ઉપરથી જમીન ઉપર પછાડી દઈ આશરે ૨૨ હજાર જેટલી કિંમતનું સરકારી મિલકતને નુકસાન પહોંચાડતા જેલ સહાયક અવિનાશ કુંવર દ્વારા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ આપી છે.આ સમગ્ર કેસની તપાસ ઁજીૈં એસ.એચ. ભુવાને સોંપવામાં આવી છે.

Follow Me:

Related Posts