નવસારી હાઇવે પર અકસ્માત, ત્રણેયના ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
નવસારી ગ્રીડ ઓવરબ્રિજ ને.હા.નબર ૪૮ પર મધ્યરાત્રે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર બે ટેમ્પો વચ્ચે અકસ્માત થતાં બન્ને ટેમ્પોના ચાલક ક્વીનર અને શ્રમજીવી નીચે ઉતરી બોલાચાલી કરી રહ્યા હતા. દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી ટ્રકે અકસ્માતગ્રસ્ત ટેમ્પોની પાછળ ધડાકાભેર અથડાવી દીધી હતી. જેમા રસ્તા પર બોલાચાલી કરી રહેલા ચાલક ક્લીનર અને શ્રમજીવી ઉપર ટેમ્પો ફરી વાતાં ત્રણેયના મોત થયા હતા.એક ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. ગોઝારા અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના વરવા દ્રશ્યો સર્જાયા હતાં.ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે જઈ ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. બનાવ અંગે રૂરલ પોલીસમાં પોસ્ટ ઓફિસના ટેમ્પો ચાલક નિરવ આહિરે ફરિયાદ નોંધાવી હતી. નવસારી જિલ્લામાંથી પસાર થતો નેહા નં ૪૮ ઉપર અવાર-નવાર જીવલેશ ગોઝારા અકસ્માતોની હારમાળથી વાહનચાલકોમાં ચિંતા જાેવા મળી રહી છે.
Recent Comments