નવાગઢ રેલવે સ્ટેશને જનતા એક્સપ્રેસ વેરાવળ-બાંદ્રા ટ્રેનને સ્ટોપ મળી ગયો

રાજકોટ,જેતપુર માટે એક આનંદના સમાચાર મળી રહ્યા છે. મુંબઈ જનારા લોકો માટે એક ખુશખબર મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ જેતપુર ઉભી રહેશે. નવાગઢ રેલવે સ્ટેશને જનતા એક્સપ્રેસ વેરાવળ-બાંદ્રા ટ્રેનને સ્ટોપ મળી ગયો છે. ઘણા સમયથી ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇગ ઉદ્યોગની માંગણી હતી. તમને જણાવી દઈએ કે નવાગઢ સ્ટેશને સ્ટોપ આપવા રેલવે મંત્રી, સાંસદ રમેશ ધડુંક તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયાને રજુઆત કરી હતી.
આ રજુઆતના પગલે લાંબા અંતરની ટ્રેનની સ્ટોપની માંગણી સ્વીકારમાં આવી છે. ૧૯૨૧૭/૧૮ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ વેરાવળ-બાંદ્રા નવાગઢ સ્ટેશન પર સ્ટોપ થશે. આ પ્રસંગે સાંસદ રમેશ ધડુંક, ધારાસભ્ય જયેશ રાદડિયા અને રેલવે ડ્ઢઇસ્ સહિત પદા અધિકારીએ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું. હજુ લાંબા અંતરની નવાગઢ સ્ટેશન પર પસાર થતી તમામ પેસેન્જર ટ્રેન સ્ટોપ મળે તેવી માંગ કરવામાં આવી છે.
Recent Comments