બોલિવૂડનો મોસ્ટ વર્સેટાઈલ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી ટૂંક સમયમાં રિવેન્જ ડ્રામા ફિલ્મ ‘હડ્ડી’માં જાેવા મળશે. ફિલ્મમાં તેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે, જેમાં એક્ટરને ઓળખવો મુશ્કેલ છે. તમે ક્યારેય નવાઝુદ્દીન સિદ્દીકીને આ અવતારમાં નહીં જાેયો હોય. નવાઝુદ્દીક સિદ્દીકીની ફિલ્મ ‘હડ્ડી’નું મોસન પોસ્ટર હાલમા જ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં જાેવા મળશે. પોસ્ટરમાં નવાઝુદ્દીન ગ્લેમરસ યુવતીના અવતારમાં જાેવા મળ્યો છે. મોશન પોસ્ટરમાં નવાઝ ગ્રે રંગના ગાઉનમાં સ્ટાઈલિશ લુકમાં પોઝ આપે છે.
ગ્લોઈંગ બોલ્ડ મેકઅપ અને સ્ટાઈલિશ હેરસ્ટાઈલમાં નવાઝુદ્દીનને ઓળખવો પણ મુશ્કેલ છે. નવાઝની ફિલ્મનું પોસ્ટર જાેયા બાદ ચાહકોમાં ફિલ્મ અંગે ઉત્સુકતા વધી ગઈ છે. આ ફિલ્મ રિવેન્જ ડ્રામા છે. ફિલ્મને અનંદિતા સ્ટૂડિયો તથા ઝી સ્ટૂડિયોએ પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મને અક્ષય અજય શર્માએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. મોશન પોસ્ટરમાં નવાઝુદ્દીન સિદ્દીકી જે ગ્રેસ અને અદાની સાથે ચેર પર બેઠો છે તેને જાેઈ તમે અંદાજાે લગાવી શકો છો કે નવાઝુદ્દીન સિદ્દીકીએ આ કેરેક્ટર માટે કેટલી મહેનત કરી છે. મેકર્સે હડ્ડી ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરતા ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. હડ્ડીનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મ આવતા વર્ષે ૨૦૨૩માં રિલીઝ થશે.
નવાઝ છેલ્લે ‘હીરોપંતી ૨’માં જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે વિલનના રોલમાં હતી. હવે તે ‘હોલી કાઉ’માં જાેવા મળશે. નવાઝને આ લુકમાં જાેઈને ચાહકો પણ નવાઈમાં પડી ગયા છે. એક યુઝરે કહ્યું હતું કે તેને આ પોસ્ટર ઘણું જ પસંદ આવ્યું છે. અન્ય એકે કહ્યું હતું કે તેણે આવું પોસ્ટર આ પહેલાં ક્યારેય જાેયું નથી. શાનદાર કામ. ઘણાં યુઝર્સે નવાઝ આ લુકમાં અર્ચના પૂરન સિંહ જેવો લાગતો હોવાનું કહ્યું હતું.
Recent Comments