નવાપુરના ૪ પોલ્ટ્રી ફાર્મનો બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ, મરઘાંનો નાશ શરૂ
ગુજરાતની સીમાએ આવેલા મહારાષ્ટ્રના નવાપુરમાં રવિવારે ચાર ઇન્ફેક્ટેડ પોલ્ટ્રી ફાર્મમાં સૌથી પહેલા ડાયમંડ ફેક્ટરીમાં યુદ્ધના ધોરણે મરઘીઓના નાશ કરવાની કામગીરી ચાલુ કરાઇ હતી. નવાપુરના મરઘાંના ૪ પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂના પોઝિટિવ અહેવાલોને કારણે ૧૫ વર્ષ બાદ નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂએ ઘુસણખોરી કરી છે. નવાપુર તાલુકાના ૪ પોલ્ટ્રી ફાર્મના મરઘાંના કિંલિગ કરવાની કામગીરી ચાલુ છે. ડાયમંડ પોલ્ટ્રી ફાર્મના ૬ શેડ માંથી ૨ શેડમા બપોર સુધી ૨૧ હજાર મરઘીઓ નષ્ટ કરવામા આવ્યા છે.
રિપોર્ટ આવ્યા બાદ જિલ્લા કલેકટરે અહીં બર્ડ ફ્લુના ઉપદ્રવના સમાચારની પુષ્ટિ કરી છે. વહીવટીતંત્રે ૪ મરઘાંફાર્મમાં લગભગ ૪ લાખ મરઘીઓનો નાશ કરીને શરૂઆત કરી છે. ખેતરની આજુબાજુમાં આવેલા અન્ય ૧૨ મરઘાં ફાર્મની આશરે ૪ લાખ મરઘીઓને પણ જાેખમમાં મૂકાયેલા વિસ્તારમાં સમાવવામાં આવી છે. નવાપુર તાલુકામાં ૨૮ મરઘાંફાર્મમાં ૯.૫૦ લાખ જેટલા મરઘા છે. આ ર્નિણયથી મરઘાંના વ્યવસાયને મોટું નુકસાન થવાની સંભાવના છે. તંત્રે નવાપુર તાલુકામાં ઇંડા અને ચિકનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
બે દિવસમાં પશુપાલન વિભાગની ૧૦૦ જેટલી ટીમો નંદુરબાર આવી પહોંચી છે. નાશિક વિભાગના પશુપાલન કમિશનર સચિન્દ્રસિંહે નવાપુર તાલુકાના ડાયમંડ મરઘાંનું નિરીક્ષણ કર્યું હતું અને બર્ડ ફ્લૂ અંગે મરઘા વેપારીઓ અને અધિકારીઓને બર્ડ ફ્લૂ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. વ્યાપારીઓ મરઘીનો નુકસાન યોગ્ય રીતે કરવાની માંગણી કરી હતી.
Recent Comments