fbpx
બોલિવૂડ

નવા કન્સેપ્ટ સાથે સસ્પેન્સ લઈને આવશે ‘ફુલેકું’

ગુજરાતી અર્બન સિનેમામાં એક નવા કન્સેપ્ટ સાથે ૯ જૂને ‘ફુલેકું’ ફિલ્મ આવી રહી છે. ગુજરાતી ઓડિયન્સમાં ‘ખીચડી’ના બાબુજી તરીકે જાણીતા અનંગ દેસાઈ ઉપરાંત અમિત દાસ, મંજરી મિશ્રા, બંકિમ બારોટ, ચંદ્રિકા સોની, જીગ્નેશ મોદી, વિજય દેસાઈ, માનીતા મલીક જેવા કલાકારોએ આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મમાં મહત્ત્વના રોલ કર્યા છે. ફિલ્મમાં રમકડાની નાની ફેક્ટરીના માલિક અને ત્રણ પરણેલા અને એક અપરિણીત પુત્રીના સિદ્ધાંતવાદી પિતા જયંતિલાલ મેઘાણી માર્કેટમાં દેવાળું ફૂંકે છે અને ફુલેકું ફેરવનાર તરીકે બદનામ થાય છે. પોતાની પત્ની નર્મદા સાથે ઝેર પીને આપઘાત કરવાનું નક્કી કરે છે .અચાનક, ત્યાં ઘરનો વરસો જૂનો વફાદાર નોકર, મૂંગો પણ સાંભળી શકતો રમણીક આવી પહોચે છે અને એક જ ઝાટકે બંનેના હાથના ગ્લાસ નીચે પાડી દે છે.. ત્યારે જ એમના ઘરમાં ઇન્કમટેક્સની રેડ પડે છે અને પછી સર્જાય છે રહસ્ય અને ઈમોશનલ ડ્રામાના આટાપાટા.. ઇનકમ ટેક્સ ઓફિસરનો રોલ પ્લે કરી રહ્યા બંકિમ બારોટ જે એક એવા ઘરે રેડ પડે છે જે ઘરમાં ખાવા-પીવાના પૈસા નથી હોતા, અને એ પછી ઘણી બધી વસ્તુઓનો ખુલાસો થાય છે. આ મૂવીમાં પ્લેબેક સિંગર જાવેદ અલી દ્વારા કંપોઝ કરાયેલ ઈમોશનલ એક જ સોન્ગ છે. ગુજરાતી અર્બન મુવીના આ કન્સેપ્ટમાં ઈર્શાદ દલાલ ડાયરેક્ટર છે. ફિલ્મની ખાસ વાત એ છે કે પીવીઆર સિનેમા પહેલીવાર એક ગુજરાતી મૂવીને પ્રમોટ કરી રહ્યું છે, જે ઓલઓવર ગુજરાત અને મુંબઈમાં રિલીઝ થશે. શું એમના સગા સંતાનો ભેગા થઈને પિતાની આબરૂ બચાવશે કે ફુલેકું ફેરવશે? તેના પરથી આ ફિલ્મમાં પડદો ઊંચકાશે. ફિલ્મ અને ટીવીના જાણીતા કલાકાર અનંગ દેસાઈ જયંતિલાલનું પાત્ર ભજવી રહ્યા છે. તેઓ ૮૦થી વધુ ટેલિવિઝન શોમાં કામ કરી ચુક્યા છે અને ટેલિવિઝન સિરીઝ ખીચડી અને તેના નામની ફિલ્મમાં બાબુજીના પાત્ર માટે જાણીતા છે. ગુજરાતી ફિલ્મ ‘ફુલેકું’ ૯ જૂને રાજ્યના ૩૦થી વધુ શહેરો અને ૭૦થી વધુ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

Follow Me:

Related Posts