નવા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત, તેમજ નવા બ્રીજથી સુવિધાઓથી સુવર્ણ સાવરકુંડલા ના તાલુકામા લોકાર્પણ
સાવરકુંડલા તાલુકાને સુંદર અને રળિયામણા તેમજ સુવિધાઓ બનાવવાના અભિગમને સાર્થક કરવા ધારાસભ્ય મહેશ કસવાળાએ 2 કરોડ 67 લાખ ખર્ચે બનેલ કામ નુ લોકાર્પણ કર્યું ધારાસભ્ય કસવાળાએ જનતા જનાર્દનમાં એક આગવી ઓળખ કામ કરતા જન પ્રતિનિધિની ઊભી કરી છે. જેમા સાવરકુંડલા તાલુકામા 30-30 લાખ ખર્ચ બનેલ થોરડી, લીખાળા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, 17 લાખ ખર્ચ બનેલ ગ્રામ પંચાયત, 2 કરોડ ખર્ચ બનેલ ખોડીયાણા ગામે ધાતરવડી બ્રિજ નુ લોકાર્પણ કર્યુ
આ લોકાર્પણ કાર્યક્રમ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા,તાલુકા ભાજપ મહામંત્રી શ્રી નીતિનભાઈ નગદીયા, ચેતનભાઇ માલાણી,અમરેલી જિલ્લા પંચાયત સિચાઈ ,પશુપાલન અને સહકાર ચેરમેનના પ્રતિનિધિ લાલજીભાઈ મોર, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી શરદભાઈ ગોદાણી, સાવરકુંડલા યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી,સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા સાવરકુંડલા તાલુકા સરપંચના પ્રમુખ હિતેશ ખાત્રાણી ,સાવરકુંડલા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી પ્રફુલભાઈ વેકરિયા,શ્રી લલીતભાઈ બાલધા, શ્રી મનુભાઈ ડાવરા, તાલુકા યુવા ભાજપના પ્રમુખ શ્રી મહેશભાઈ ભાલાળા,મહામંત્રી શૈલેષ બારૈયા , મેરીયાના સરપંચ શ્રી હિતેશભાઈ ખાતરાણી, શ્રીબાબભાઈ માલાણી, લીખાળા સરપંચ શ્રી મનસુખભાઈ સાવલિયા. ઉપસરપંચ શ્રી ગૌતમભાઈ ખુમાણ, શ્રી નિલેશભાઈ કચ્છી , સાવરકુંડલા યાર્ડના ડિરેક્ટર શ્રી દિલભજીભાઈ કોઠીયા શ્રી અતુલભાઇ રાદડિયા, ,તાલુકા યુવા ભાજપ શ્રી સંજયભાઈ બરવાળીયા સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા આ સમગ્ર લોકાર્પણ ધારાસભ્ય કસવાળાએ વિકાસના લક્ષના અભિગમની કેડી કંડારી હોવાનું સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરા ની અખબારી યાદીમાં જણાવ્યું હતું.
Recent Comments