ગુજરાત

નવા મંત્રીમંડળમાં સુરત અને મજૂરાના મંત્રી તરીકે નિયુક્તી થતા ઉજવણીનો માહોલ


ગુજરાત રાજકારણમાં નો રિપીટ થિયરી લાવતા તમામ જુના મંત્રીઓની હકાલપટ્ટી કરી નવા ચહેરા ભાજપમાં આવતા આ વખતે કતારગામ અને મજૂરા વિધાનસભા વિસ્તારમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો છે. મંત્રીમંડળમાં સમાવેશ થતાની સાથે જ હસ ઉલ્લાસનો માહોલ જાેવા મળી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફારો થવા જઈ રહ્યા છે. ત્યારે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ યોજાશે. એ પૂર્વે સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી અને કતારગામ બેઠકના ધારાસભ્ય વિનુ મોરડીયાનો પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવ્યાની વાતથી પરિવાર અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો છે. હર્ષભાઈ મંત્રી બનવા જઈ રહ્યા છે, ત્યારે તમામ પરિવારના લોકો એકત્રિત થઇ ગયા હતા.

તેમના સમર્થકો પણ ધીરે ધીરે તેમના ઘરે આવવાના શરૂ થયા છે. સી આર પાટીલનો ફોન સંઘવી પર જતાની સાથે જ હર્ષ સંઘવી મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, તે વાતની સ્પષ્ટતા થઇ ગઇ હતી. ત્યારબાદ સંઘ દ્વારા તેના પરિવારજનોને આ ખુશીના સમાચાર પહોંચાડવામાં આવ્યા હતા.કતારગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિનુ મોરડીયા મંત્રીમંડળમાં પસંદગી થતાં પરિવારજનો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ મીઠાઇ વેચીને આનંદની લાગણી વ્યક્ત કરીપરિવારજનો અને મિત્રો દ્વારા ઘરમાં મીઠાઇ વેચીને આનંદ ની લાગણી વ્યક્ત કરી. પરિવારજનો અને સમર્થ કે ઘરમાં જ ગરબો શરૂ કરી દીધો હતો. ચારે તરફ ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ પણ હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં સ્થાન મળતાની સાથે સોશિયલ મીડિયા ઉપર અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા ઉપર સંઘવીની પસંદગીના શુભેચ્છા સંદેશાઓ વહેતા થયા છે.

Follow Me:

Related Posts