નવા વર્ષનાં ઉપલક્ષમાં ગુજરાત રાજય યોગ બોર્ડ “યોગ સ્નેહ મિલન” કાર્યક્રમનું આયોજન
આપણા દેશનાં લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં અથાગ પ્રયત્નોથી આપણી ભારતીય સંસ્કૃતિની દેન “યોગ” ને વિશ્વ ફલક સુધી પહોંચાડી ૨૧ મી જુન ને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે માન્યતા અપાવેલ છે. સમગ્ર વિશ્વએ સ્વીકાર્યુ છે કે યોગ થકી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે એક સારા સમાજનું નિર્માણ થાય છે.
યોગના આ કાર્યને આગળ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા અને યોગનો પ્રચાર – પ્રસાર થાય તથા જન જન સુધી યોગ પહોંચે અને લોકો યોગ થકી શારીરિક અને માનસિક રીતે મજબુત બની નિરોગી રહે તેવા શુભ આશયથી સમગ્ર દેશમાં સૌપ્રથમ નિર્ણય લઇ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે.
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા લોકોની સુખાકારી માટે સૌ સાથે મળીને આત્માને અજવાળે, સુખ, શાંતિ, સંપત્તિ, સ્વરૂપ ,સંયમ, સાદગી, સફળતા, સમૃધ્ધિ ,સાધના,સંસ્કાર અને સ્વાસ્થય સાથે નવા વર્ષની શરૂઆત કરવા માટે ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં યોગ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સહભાગી થવા અને નવા વર્ષે યોગમય ગુજરાતનું નિર્માણ કરવા સંકલ્પ કરવા અનુરોધ કરવામાં આવેલ છે.
આ યોગ સ્નેહ મિલન કાર્યક્રમમાં આગમન પૂર્વે રજીસ્ટ્રેશન માટે ઝોન કોર્ડીનેટર જીગ્નેશભાઈ પટેલ મો.૯૬૬૪૯૯૩૯૦૬ સાથે સંકલન સાધવાનું રહેશે તેમ જણાવાયું છે.
Recent Comments