ગુજરાતમાં છેલ્લા ર૭ વર્ષથી ભાજપનું શાસન છે, અને ભાજપના શાસનમાં રાજયની જનતાની હાલત કફોડી બની ગઈ છે, આ ભાજપ સરકાર માત્રને માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે, ગુજરાતની ભોળી જનતાને લુટવા સિવાય બીજું કોઈ જ કામ આ ભાજપ સરકારે કર્યુે નથી, ગુજરાત રાજયનો કોઈપણ નાગરિક નવું વાહન ખરીદે તેની સાથે સરકાર આજીવન રોડ ટેક્ષના નામે વસુલાત કરે છે, જો ગુજરાતના નાગરિક પાસેથી આજીવન રોડ ટેક્ષ સરકારે વસુલી લીધો હોય તો ટોલ ટેક્ષ શા માટે ? માત્રને માત્ર પોતાના માનીતાઓને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે જ ટોલ ટેક્ષના નામે મસમોટી લુટ ચલાવી છે, ગુજરાતની જનતાને સારા રોડ કે રસ્તા ન આપનાર આ ભાજપ સરકાર લોકોના ખીચ્ચા ખાલી કરી રહી છે, રોડના નામે ગુજરાતની ભોળી જનતા પાસે થી ટેક્ષ સ્વરૂપે અબજો રૂપિયાના ઉઘરાણા કરીને માત્રને માત્ર ભાજપના નેતા અને માનીતા મિત્રોના ખીચ્ચા ભરાય છે. આજે સમગ્ર ગુજરાતમાં રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ છે કારણ કે રોડના કોન્ટ્રાકટરો, અધિકારીઓ,અને ભાજપના નેતાઓની મિલીભગતથી ખુબ જ મોટો ભ્રષ્ટાચાર થાય છે, પરિણામે ગુજરાતની જનતાના પરસેવાના કમાણીના પૈસા ભાજપ સરકાર વેડફી રહી છ
નવા વાહનની ખરીદી સાથે આજીવન રોડ ટેક્ષ વસુલી લીધો હોવા છતાં ટોલ ટેક્ષ શા માટે ? : પરેશ ધાનાણી

Recent Comments