નવા વિદ્યાર્થીઓના પ્રવેશ નિમિત્તે વી.ડી.કાણકિયા કોલેજ – સાવરકુંડલામાં પ્રવેશોત્સવ ઉજવાયો
વી. ડી. કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે પ્રથમ વર્ષમાં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ. ઈ.સ.૧૯૭૧ માં સ્થપાયેલ આ કોલેજમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી નવા એડમિશન લીધેલા આશરે 400 જેટલા વિદ્યાર્થીઓને આવકારવા માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યારબાદ કોલેજના વાઇસ પ્રિન્સિ. પ્રો. રીંકુબેન ચૌધરી તથા ડો. ડી.ડી.ભટ્ટ સહિતના સમગ્ર શૈક્ષણિક સ્ટાફ તથા બિન શૈક્ષણિક સ્ટાફનો ટૂંકો પરિચય આપવામાં આવેલ.
શૈક્ષણિક સ્ટાફ દ્વારા કોલેજમાં ચાલતી એન.સી.સી., એન.એસ.એસ., સાંસ્કૃતિક, ખેલકૂદ, સપ્તધારા, રેડક્રોસ જેવી વિવિધ પ્રવૃત્તિઓની વિગતો વિદ્યાર્થીઓને આપી માહિતગાર કરવામાં આવેલ, જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શિક્ષણની સાથે આ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે.આ પ્રસંગે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી જયપ્રકાશભાઈ કટાયા કે જેઓ પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કોલેજના પ્રિન્સિ. ડો.એસ.સી.રવિયા એ પ્રવેશોત્સવ નિમિત્તે પ્રાસંગિક ઉદબોધન કરી સંસ્થાનો પરિચય, શિક્ષણ અને કારકિર્દી અંગે રસપ્રદ વ્યાખ્યાન આપેલ. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મીઠું મોઢું કરાવી ઉજજવળ ભવિષ્યની શુભકામનાઓ આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.કલ્પેશભાઈ રાડિયા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફગણે જહેમત ઉઠાવેલ.
Recent Comments