નવા સંસદ ભવનનો ૧૯ પક્ષો કરશે બહિષ્કાર
નવા સંસદ ભવન ઉદ્ઘાટનને લઈને પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના બહિષ્કારની જાહેરાત બાદ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસ ૨૮ મેના રોજ યોજાનાર નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહથી દૂર રહી શકે છે. સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે પાર્ટીના નેતાઓ આ અંગે આંતરિક રીતે ચર્ચા કરી રહ્યા છે અને ટૂંક સમયમાં અંતિમ ર્નિણય લેવામાં આવી શકે છે. જાે કે હાલમાં પાર્ટી દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહના કાર્યક્રમનો બહિષ્કાર કરી શકે છે. જાે આમ થશે તો કોંગ્રેસના કોઈ નેતા ઉદ્ઘાટન સમારોહમાં જાેવા નહીં મળે. ઉદ્ઘાટનની જાહેરાત બાદથી જ વિરોધ પક્ષના ઘણા નેતાઓ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધી રહ્યા છે.તૃણમૂલ કોંગ્રેસ વતી રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ’બ્રાયને સોશિયલ મીડિયા પર કહ્યું છે કે પાર્ટી નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે નહીં. તેણે પોતાના નિવેદનમાં પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બધું માત્ર ‘હું, મારું અને હું’ જ છુ તેમ છે તેમણે કહ્યું કે સંસદ ભવન માત્ર એક ઇમારત નથી પરંતુ તે પરંપરાઓ, મૂલ્યો, પૂર્વધારણાઓ અને નિયમોની સ્થાપના છે.આમ આદમી પાર્ટીએ પણ મંગળવારે સાંજે કહ્યું છે કે તે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો પણ બહિષ્કાર કરશે. પાર્ટી વતી સત્તાવાર નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. પાર્ટીએ કહ્યું છે કે, રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન સમારોહમાં શા માટે આમંત્રિત કરવામાં નથી આવી રહ્યા તેવા સવાલોના આધારે તેમણે આ ર્નિણય લીધો છે. જે બાદ આરજેડી-ડીએમકે અને ઉદ્ધવ જૂથએ પણ બહિષ્કાર કરે હોવાની માહિતી મળી છે જાે તે અંગે ટ્વીટ પણ કર્યુ છે.૧૮ મેના રોજ, લોકસભા સચિવાલયમાંથી જાણવા મળ્યું કે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. બિરલાએ પીએમ મોદીને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું છે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી વિપક્ષના નેતાઓ સતત વિરોધ કરી રહ્યા છે કે ઉદ્ઘાટન માટે પીએમ મોદીને બદલે રાષ્ટ્રપતિને શા માટે આમંત્રણ આપવામાં આવ્યું .
Recent Comments