fbpx
ગુજરાત

નવી અછત: સુરતમાં રફ હિરાનો સપ્લાય ઘટતા ઉત્પાદન કાપ મુકવાની નોબત.!

ઓડીશામાં બેઠા બેઠા સુરત અને અન્ય રાજ્યોમાં ગાંજો સપ્લાય કરતા પાંડી બંધુઓ સામે સુરત પોલીસે લાંલ આંખ કરી છે. પોલીસે તેનો આલીશાન બંગલા સહિતની મિલકતો જપ્ત કરી લીધી છે. આ અંગે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઓડીશામાં રહીને ગુજરાતમાં નશાનો કારોબાર ચલાવતા ડ્રગ્સ માફીયા પર  પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ખાસ કરીને સુરતમાં ટ્રેનમાં ગાંજાનો જત્થો સપ્લાય કરતા પાંડી બંધુઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે ઓડીશા એસટીએફ સાથે મળી તેની ૨ કરોડથી વધુની મિલકત ફ્રીઝ કરવામાં આવી છે

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે  સુરત પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ૪૬ કેસ કરવામાં આવ્યા છે. જેમાં ૫ કરોડ ૭ લાખથી વધુનો ડ્રગ્સ પકડવામાં આવ્યો છે અને ૧૫૫ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ૯ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાન, હિમાચલ, મહારાષ્ટ્ર જેવી જગ્યાએ ડ્રગ્સ સપ્લાય કરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. અને સુરત શહેરમાં એનડીપીએસ કેસમાં વોન્ટેડ ૨૨ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.

ખાસ કરીને સુરતમાં ઓડીશાના ગંજામ જિલ્લામાંથી ટ્રેન, બાયરોડ તેમજ અલગ અલગ રીતે ગાંજાનું સપ્લાય થતું હતું. આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. અને સુનીલ અને અનીલ વુંન્દાવન પાંડીને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને ભાઈઓ જેલમાં છે. બંને ભાઈઓના ગુનાહિત ઈતિહાસ ઓડીશા એસટીએફ સાથે શેર કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ બંને ભાઈઓની પ્રોપટી અટેચ કરવામાં આવી છે. ૨ કરોડ ૯ લાખથી વધુની કિમતની પ્રોપટી, બે ગાડી સહિતની મિલકત સીઝ કરવામાં આવી છે. જપ્ત કરાયેલી મિલકતમાં એક આલીશાન બંગલો પણ છે.  પોલીસના આ પગલાથી અન્ય ગુનેગારોને ગુજરાતમાં ડ્રગ્સ મોકલવાની હિમ્મત થશે નહી એવી આશા અમને છે.

Follow Me:

Related Posts